કૂકડાં વચ્ચે ફાઇટ કરાવી જુગાર રમાડતા 2, ભાવ લગાડનાર 9 ઝબ્બે, 12 દર્શકો ફરાર

0
114
  • રાજકોટમાં દૂષણ અટકાવવાની ઝુંબેશમાં નવતર જુગારનો અખાડો ઝડપાયો
  • રોકડ, ટુ વ્હિલર, કાર, મોબાઇલ મળી કુલ રૂ.14.46 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

જુગારીઓ પોતાનો શોખ પૂરો કરવા ગમે તે પ્રકારના જુગાર રમી હજારો રૂપિયાની હારજીત કરી નાખે છે. રાજકોટ પોલીસે વધુ એક નવતર પ્રકારના ચાલતા જુગાર અખાડાને પકડી પાડ્યો છે. મોરબી રોડ, જકાતનાકા પાછળ, જયજવાન જયકિસાન સોસાયટી પાછળ જૂની લાલપરી નદીના કાંઠે જાહેરમાં મોટી સંખ્યામાં કૂકડાઓ વચ્ચે ફાઇટ કરાવી હારજીતનો ભાવ લઇ જુગાર અખાડો ચાલતો હોવાની એએસઆઇ જયુભા પરમાર, હરદેવસિંહ, એભલભાઇને માહિતી મળી હતી. જેના આધારે પીએસઆઇ એમ.વી.રબારી સહિતના સ્ટાફે રવિવારે બપોરે દરોડો પાડ્યો હતો. જૂની લાલપરી નદીના કાંઠે પોલીસ પહોંચતાં જ મોટી સંખ્યામાં એકઠા થયેલા લોકોમાં નાસભાગ મચી ગઇ હતી.

પોલીસે ઝડપેલા શખ્સો

પોલીસે ઝડપેલા શખ્સો

પોલીસે જુગારનો અખાડો ચલાવનાર ભીખુ અને તાલાબ પાસેથી રોકડા રૂ.20,720 કબજે કર્યા
તેમ છતાં પોલીસે બાંટવાના ભીખુ સામત ઉર્ફે ભાણા પરમાર, જામનગર જિલ્લાના ઢીચડા ગામના સલમાન અનવર બેગાણી, તાલાબહુશેન પતાણી, કાસમ ઇસ્માઇલ ખફી, જૂનાગઢના ગોવિંદ હીરા મકવાણા, રાજકોટનો રાયધન બાબુ સોલંકી, ખંભાળિયાનો શબીર ઇસ્માઇલ ભગાડ, ઇમરાન હુશેન ગજણ, યુનુસ નુરમામદ સંઘાર, જામનગરનો ઉત્તમ ચંદુ પરમાર, અમદાવાદનો સુનિલ વિજય ચુનારને પકડી પાડ્યા હતા. જ્યારે ડઝન જેટલા શખ્સો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. પોલીસ તપાસમાં બાંટવાનો ભીખુ અને ઢીચડાનો તાલાબ કૂકડાં વચ્ચે ફાઇટ કરાવી બંને કૂકડાં પર ભાવ લઇને હારજીતનો જુગાર રમાડતા હતા. પોલીસે જુગારનો અખાડો ચલાવનાર ભીખુ અને તાલાબ પાસેથી રોકડા રૂ.20,720 કબજે કરી છે. આ ઉપરાંત ત્રણ મુરઘાં, 16 ટુ વ્હિલર, નવ ફોર વ્હિલર અને નવ મોબાઇલ મળી કુલ રૂ.14,46,320નો મુદ્દામાલ કબજે કર્યો છે. મુરઘાંને પાંજરાપોળ ખાતે મોકલી અપાયા છે. પોલીસે જુગાર ધારા ઉપરાંત પશુ પ્રત્યે ઘાતકી વર્તન અટકાવવા માટેના કાયદાની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.

ગ્રાઉન્ડ ફરતે દોરડાની બાઉન્ડ્રી બનાવવામાં આવી હતી

ગ્રાઉન્ડ ફરતે દોરડાની બાઉન્ડ્રી બનાવવામાં આવી હતી

આવી રીતે જુગાર રમાડતા હતા
પીએસઆઇ રબારીએ જણાવ્યું કે, બાંટવા અને ઢીચડાનો શખ્સ બે ગ્રૂપ પાડીને કૂકડાં ફાઇટનો જુગાર રમાડતા હતા. મેદાનમાં મોટી રિંગ બનાવી તેમાં કૂકડાં ફાઇટ કરાવતા હતા. ફાઇટ શરૂ કરતા પહેલા બંને શખ્સ રૂ.50થી રૂ.100 સુધીના બંને કૂકડાંના હારજીત પર ભાવ લેતા હતા. બેમાંથી કોઇ એક કૂકડો રિંગની બહાર નીકળી જાય કે રિંગની અંદર પડી જાય તે કૂકડાંને પરાજિત જાહેર કરવામાં આવતો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here