વધુ એક માઠા સમાચાર : ઓક્ટોબરમાં વધ્યો બેરોજગારી દર

0
108

કોરોનાકાળે માનવીની જીવનશૈલીમાં ભારેખમ બદલાવ કર્યા છે અને રોજગાર ક્ષેત્રે આવેલા ઉતાર ચડાવ વાસ્તવમાં ચિંતાજનક છે. આ ચિંતામાં ઓક્ટોબર મહિનાના બેરોજગારના આંકડાઓએ વધારો કર્યો છે. ઓક્ટોબરમાં દેશમાં બેરોજગારી દર વધીને ૬.૯૮ ટકા સુધી પહોચી ગયો છે. થીંક ટેંક સેન્ટર ફોર મોનિટરીંગ ઈન્ડીયન ઇકોનોમીનાં આંકડાઓથી આ વાત સામે આવી છે.

લોકડાઉન અનલોક થયા બાદ આર્થિક ગતિવિધિને પ્રોત્સાહન મળ્યું છે પરંતુ ઓક્ટોબરમાં બેરોજગારોની સંખ્યામાં વધારો નોંધાયો છે. ઓગષ્ટ મહિનાના આ આંકડાઓ રાહતકારક હતાં પરંતુ હવે દેશમાં રોજગારીની સમસ્યાએ ફરીથી ચિંતાજનક સ્વરૂપ ધારણ કર્યું છે. આ માટે કૃષિ ક્ષેત્રમાં અસ્થાયી રોજગાર ઓછા થવાની બાબતને મહત્વના કારણ તરીકે માનવામાં આવી રહ્યું છે. વાસ્તવમાં લોકડાઉન ખુલ્યા બાદ રોજગાર અને અર્થતંત્રને વેગ મળવાની આશા સેવાઈ રહી હતી. જુન મહિનામાં બેરોજગારોનો દર ૧૦.૯૯ ટકા થઈ ગયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here