આખી દુનિયાને હાલમાં કોઈ વસ્તુની રાહ હોય તો તે છે કોરોના વાયરસની વેક્સિન. વિશ્વભરના વૈજ્ઞાનિકો આ માટેના સંશોધનો કરી રહ્યાં છે. અનેક સ્થળોએ ચાલતા પરિક્ષણો આખરી ટ્રાયલમાં હોવાનું જાણવા મળ્યું છે ત્યારે ભારતની વેક્સિનની આશા વધી ગાઈ છે. ભારત બાયોટેક ૨૦૨૧નાં બિજ્હાં ત્રીમાસિકમાં તેની વેક્સિન લોન્ચ કરી શકે છે.
ભારત બાયોટેકે આ માહિતી સમાચાર એજન્સીને આપતાં જણાવ્યું હતું કે રેગ્યુલેટરીની મંજૂરી બાદ વેક્સિન લોન્ચ કરવામાં આવશે. ભારત બાયોટેકનાં એક્ઝીક્યુટીવ ડાયરેક્ટ સાઈ પ્રસાદે જણાવ્યું હતું કે દરેક વોલટીયર્સને વેક્સિન અને પ્લેસિબોની બે ડોઝ આપવામાં આવશે. ભારતમાં ઓક્સફર્ડ એસ્ટ્રાજેનેકાની વેક્સિનનું ટ્રાયલ ત્રીજા સ્ટેજમાં ચાલી રહ્યું છે.
ભારત બાયોટેક દ્વારા ત્રીજા સ્ટેજના ટેસ્ટીંગ ખોબ ઝડપથી શરુ કરવામાં આવશે. આ બાબતે ભારત બાયોટેકને ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયામાંથી મંજૂરી મળી ચુકી છે. દિલ્હી એમ્સમાં ટ્રાયલ સંબધમાં એક પ્રસ્તાવ કંપની ઝડપથી રજું કરી શકે છે. આ માટે રાજ્યમાં ૨૫ જગ્યાઓ પર ૧૦ થી ૧૨ રાજ્યોમાં પરીક્ષણ કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.