અમદાવાદમાં રાજપથ ક્લબમાં 2થી4 નવેમ્બર સુધી 10 ડિરેક્ટરોના પદ માટે 12 ઉમેદવારો ચૂંટણી લડશે

0
61
  • આ પહેલા 16 ઉમેદવારોએ ફોર્મ ભર્યાં હતા બાદમાં 4 ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચ્યા

અમદાવાદ શહેરની જાણિતી રાજપથ ક્લબની ચૂંટણી આગામી 2થી4 નવેમ્બર વચ્ચે યોજાશે. આ ચૂંટણીમાં બુધવારે ફોર્મ પાછા ખેંચવાનો છેલ્લો દિવસ હતો. જેમાં ડિરેક્ટરના 10 પદ માટે 12 જેટલાં ઉમેદવારોએ ફોર્મ ભર્યું છે. રાજપથ ક્લબમાં ડિરેક્ટર બનવા માટે વર્ષોથી ક્લબમાં એક્ટિવ મેમ્બર રાહ જોતા હોય છે. જેમને સત્તા અને સન્માન આપવામાં આવે છે. કાયદાની રૂએ ક્લબના 10 મેમ્બર 10 ડિરેક્ટર બની શકે અને તેનાં પણ નિયમો હોય છે. આ વર્ષે 10 ડિરેકટર પદ માટે 16 જેટલાં ઉમેદવારોએ ફોર્મ ભર્યું હતું. જોકે, ફોર્મ પરત ખેંચવાના છેલ્લાં દિવસે 4 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા હતા.

16માંથી 4 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધું
ચૂંટણી યોજાય તે પહેલાં ઉમેદવારોને ફોર્મ પરત ખેંચી લેવા સમજાવવામાં આવે છે પરંતુ આ વખતે 10 ડિરેક્ટરના પદ માટે 16 ઉમેદવારોએ ફોર્મ ભર્યું હતું. જેમાં સમજાવટ બાદ આખરે 4 ઉમેદવારોએ ફોર્મ પાછું ખેંચી લીધું હતું. હવે 10 ડિરેક્ટર્સના પદ માટે 12 ઉમેદવારો રાજપથ ક્લબમાં ડિરેક્ટરની ચૂંટણી લડશે.

કેવી રીતે થશે મતદાન
કોરોના કાળમાં લોકો મતદાન કરવા માટે ક્લબમાં એકઠા ન થાય તે માટે ક્લબ દ્વારા ઈ-વોટિંગ સિસ્ટમ અપનાવવામાં આવી છે. ક્લબમાં વર્ષોથી પાવર પેનલનું રાજ હોવાથી આ વર્ષે પણ ઈ-વોટિંગ સિસ્ટમ હોવા છતાં પાવર પેનલ આવે તેવી પ્રબળ શક્યતા રહેલી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here