ફાયર NOCને લઈને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ 4 નવેમ્બર સુધીમાં સંલગ્ન કોલેજોને ફાયર NOCની વિગતો મોકલવા આદેશ કર્યો

0
104
  • 4 નવેમ્બર સુધીમાં તમામ કોલેજોએ NOC મેળવી લેવા શિક્ષણ વિભાગે આદેશ કર્યો

ફાયર NOCને લઈને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. હાઇકોર્ટેમાં થયેલ PILના સંદર્ભે આગામી 4 નવેમ્બર સુધીમાં સૌરાષ્ટ્રી યુનિવર્સિટી સંલગ્ન કોલેજોને ફાયર NOCની વિગતો મોકલવા આદેશ કર્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી કોલેજોએ ફાયર NOCની માહિતી આપવાની રહેશે.

NOCની વિગત મોકલી આપવા કુલ સચિવ જતિન સોનીએ આદેશ કર્યો
ગુજરાત હાઇર્કોટમાં દાખલ PILમાં કોલેજોમાં ફાયર NOCની માહિતી આપવાની છે. તેથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોને બે દિવસમાં ફાયર NOCની વિગતો શિક્ષણ વિભાગને મોકલવાની હોવાથી જોડાણ વિભાગને તાકીદે NOCની વિગત મોકલી આપવા કુલ સચિવ જતિન સોનીએ આદેશ કર્યો છે. અમિત મણિલાલ પંચાલની પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન પિટિશન નં.118/2020ના અનુસંધાને ગુજરાત હાઇકોટ્રે રાજ્ય સરકારને કોલેજો, શાળાઓમાં ફાયર NOC છે કે નહીં તેની વિગતો રજૂ કરવા આદેશ કર્યો હતો. પિટિશનમાં 4 નવેમ્બરની મુદ્દત હોય તાકીદે શિક્ષણ વિભાગને ફાયર NOCની વિગત આપવાની હોય તેથી જોડાણ વિભાગને વિગતો ઇ-મેલથી મોકલવા રજિસ્ટ્રાર જતિન સોનીએ તાકીદ કરી છે.

રાજકોટની મોટાભાગની કોલેજો ફાયર NOC વગર ચાલી રહી છે
આગામી 4 નવેમ્બર સુધીમાં તમામ કોલેજોએ NOC મેળવી લેવા શિક્ષણ વિભાગે આદેશ કર્યો છે. મહત્વનું છે કે રાજકોટની મોટાભાગની કોલેજો ફાયર NOC વગર ચાલી રહી છે. જેથી કોલેજમાં ફાયરના સાધન લગાવ્યા વગર NOC માટે અરજી કરનારની અરજી ઇનવર્ડ ન કરવા ચીફ ફાયર ઓફિસરે આદેશ કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here