રાજકોટમાં 30.27 લાખ એલઈડી બલ્બ, 1.06 લાખ ટ્યુબલાઈટ અને 47.741 પંખા વેચાયા

0
135
  • 9 વોટના LED બલ્બથી 53.77 લાખ મેગાવોટ વીજળી બચી પણ ગ્રાહકોનાં બિલ ઓછા ન થયાં

રાજ્ય સરકારે આશરે ત્રણેક વર્ષ પહેલા ઉજાલા યોજના લોન્ચ કરી હતી જેમાં વીજગ્રાહકોને સસ્તા દરના ૯ વોટના એલઈડી બલ્બ, ટ્યુબલાઈન અને પંખા ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા. આ યોજનાની જાહેરાત સમયે લોકોને આવું કહેવાયું હતું કે આ એલઈડી બલ્બ, ટ્યુબલાઈન અને પંખા લગાવવાથી પ્રકાશ વધુ મળશે અને ઉર્જાની પણ બચત થશે જેથી વીજગ્રાહકોને બીલ પણ ઓછું થશે પરંતુ રાજકોટમાં અત્યાર સુધીમાં ૩૦.૨૭ લાખ એલઈડી બલ્બ, ૧.૦૬ લાખ ટ્યુબલાઈટ અને ૪૭,૭૪૧ પંખા વીજળી બચતના નામે વેચાયા. રાજકોટમાં જેટલા ઉપકરણો વેચાયા તેના પરથી વર્ષે ૫૩.૭૭ લાખ મેગાવોટ વીજળી બચી હોવાનો દાવો કરાયો છે પરંતુ આ ઉપકરણો ખરીદનાર અનેક વીજગ્રાહકો કહે છે કે એલઈડી બલ્બ, ટ્યુબલાઈટ કે પંખા લગાવવાથી વીજબીલમાં કોઈ ફરક પડતો નથી. સરકારે માત્ર ખાનગી એજન્સીઓને ખટાવવા લોકોને આવા ઇલેક્ટ્રિક ઉપકરણો પધરાવી દીધા છે. આટલા વર્ષોમાં વીજબીલમાં કોઈ ફરક પડ્યો નથી.

ત્રણ વર્ષમાં સૌરાષ્ટ્રમાં આટલા એલઈડી બલ્બ, ટ્યુબલાઈટ અને પંખા વેચાયા

શહેરએલઈડી બલ્બટ્યુબલાઈનપંખા
રાજકોટ30,27,7741,06,67048,741
સુરેન્દ્રનગર08,76,11111,6988291
કચ્છ14,15,96844,97626,121
મોરબી06,68,10321,11116,629
જામનગર16,89,10533,58022,116
અમરેલી15,69,45413,90313,545
પોરબંદર11,57,05119,83819,241
જુનાગઢ16,41,02029,56322,627
બોટાદ07,76,64213,81214,553
ભાવનગર15,45,17726,77523,209

એલઈડી બલ્બનો વપરાશ કરનાર મોટાભાગના ગ્રાહકો માને છે કે, વીજ કંપનીએ છેતરપિંડી કરી છે

એલઈડી બલ્બની લાઈફ સારી છે, પણ પાવર બચાવતો નથી
યોજના હેઠળ ૯ વોટના બલ્બ મેં ખરીદી કરેલ છે અને હજુ પણ ચાલે છે. મારા અભિપ્રાય મુજબ તેની લાઈફ સારી છે, સ્કીમ શરુ થઇ ત્યારથી હું રેગ્યુલર યુઝ કરું છું. હજુ ચાલે છે પણ પાવર સેવિંગની જે વાત હતી તેમાં કઈ ફરક પડતો નથી. બલ્બ ઉપરાંત ટ્યુબલાઈન અને બલ્બ પણ વાપરું છું એમાં પણ પાવર સેવિંગ કરતા હોય એવું લાગતું નથી.> બી.એ.મેનપરા

એજન્સીને લાભ કરાવવા પ્રજાને બલ્બ પધરાવ્યા
સરકારે વીજ બચતના નામે એલઈડી બલ્બ બહાર પાડ્યા અને કરોડો રૂપિયાના બલ્બ, ટ્યુબલાઈન અને પંખા વેચાયા એ માત્ર એજન્સીને લાભ કરાવવા કરાયું હોય એવું લાગે છે કારણ કે આ એલઈડી બલ્બ કે અન્ય ઉપકરણોથી વીજબીલમાં કોઈ પ્રકારનો ફરક પડતો નથી. એજન્સીને કમાવવા માટે પ્રજાને લૂંટી છે. – આશાબેન દોંગા, વીજગ્રાહક

અમે એલઈડી બલ્બ લગાવીએ, સરકાર યુનિટના ભાવ વધારે
ઉર્જા અને વીજબીલ બચાવવા માટે વીજ ગ્રાહકો આવા પાવર સેવર એલઈડી બલ્બ લગાવે અને બીજી બાજુ સરકાર અને વીજ કંપની વીજળીના પ્રતિ યુનિટ ભાવ વધાર્યા કરે. એટલે એકંદરે આ બંને વસ્તુ એકબીજાની વિરોધાભાસી છે. ગ્રાહક પૈસા બચાવવા આવા ઉપકરણો ખરીદે અને તંત્ર વીજળી મોંઘી કરતુ રહે. – રવિન્દ્ર કામોઠી, વીજગ્રાહક

બલ્બમાં ફોલ્ટ આવે છે, રિપ્લેસ કરવામાં સમસ્યા થાય છે
સરકારે જાહેર કરેલી યોજના હેઠળ અપાતા એલઈડી બલ્બ જલ્દી ખરાબ થઇ જાય છે. વળી સરકારે ગેરેન્ટી આપી છે છતાં ગ્રાહક જયારે આ બલ્બ બદલવા જાય છે ત્યારે પણ ખુબ સમસ્યા થાય છે. તંત્રએ સારું અને સુચારુ વ્યવસ્થા ગોઠવવી જોઈએ.લોકોના ખરાબ થઈ ગયેલા એલઈડી બલ્બ બદલી આપવા વ્યવસ્થા હોવી જોઈએ. – મહેન્દ્રભાઈ ચાવડા, વીજગ્રાહક

બલ્બનો ખર્ચો કર્યો, બીલમાં કોઈ રાહત ન થઇ
સરકારની આ યોજનાનો અમે લાભ લીધો છે. આખા ઘરમાં એલઈડી બલ્બ લગાવી ખર્ચો કર્યો પણ અત્યાર સુધી અમને વીજબીલમાં કોઈ પ્રકારનો લાભ નથી થયો. વીજબીલ ઓછું કરવા અમે આખા ઘરમાં બલ્બ લગાવ્યા પરંતુ બીલમાં કોઈ ફરક પડ્યો નથી. હવે તો સરકારે ગેરંટીનો સમય પણ 3માંથી 1 વર્ષ કરી દીધો છે. – સુકેતુભાઇ વજરીયા, વીજગ્રાહક

એક્સપર્ટ – વીજબિલમાં 5થી 10 ટકા કેટલો ફર્ક આવવો જોઈએ
એલઈડી બલ્બના ઉપયોગથી માસિક વીજબીલમાં આશરે ૫થી ૧૦ ટકાનો તફાવત આવવો જોઈએ. જો કે ઘરમાં સૌથી વધુ વીજળીનો વપરાશ એ.સી, હીટર, ગિઝર, કૂલર, પાણીનો મોટર સહિતની વસ્તુઓથી થાય છે. છતાં શિયાળા અને ચોમાસામાં તો વધુ ફરક આવવો જોઈએ જો ખરેખર આ ઉપકરણો પાવર સેવર હોય.

  • 53,77,751 મેગાવોટ વીજળી વર્ષે એલઈડી બલ્બથી બચતી હોવાનો દાવો.
  • 5,50,000થી વધુ વીજગ્રાહકો રાજકોટમાં છે. 30 લાખે એલઈડી બલ્બ ઘરમાં લગાવ્યા
  • 2151 કરોડની વીજળી બચત માત્ર સૌરાષ્ટ્રમાં થતી હોવાનો દાવો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here