રાજકોટ જિલ્લામાં ત્રણ સ્થળો પર જુગાર રમતા ૧૫ શખ્સો ઝડપાયા

0
344

પડધરી-જામકંડોરણા અને જેતપૂર પંથકમાં દરોડાથી જુગારીઓમાં ફફડાટ: રૂ.૧૯૦૦૦નો મુદામાલ કબ્જે
રાજકોટ જિલ્લાના પડધરી, જામકંડોરણા અને જેતપુર પંથકમાં જુગાર રમતા ૧૫ શખ્સોને ગ્રામ્ય પોલીસે ઝડપી લઇ રૂ.૧૮,૮૯૦ની રોકડ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ જામકંડોરણાના દડવી ગામે સ્ટીટ લાઇટના અંંજવાળે જુગાર રમતા કેતન કેશુ મકવાણા, મહેશ નારણ સરવૈયા, વ્રજલાલ મનસુખ ચૌહાણ, મહેન્દ્રસિંહ ભરતસિંહ જાડેજા, મનસુખ બીજલ મકવાણા, દીનેશ નાજીભાઇ ચાવડા (રહે. બધા દડવી ગામ)ની જામકંડોરણા પોલીસ સ્ટેશનના જે.પુ. ગોહીલની ટીમે ઝડપી લઇ રૂ.૫૦૦૦ની રોકડ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

જયારે પડધરી તાલુકાના તરઘડી ગામે ઓરીયા વાસમાં જુગાર રમતા ઢોલા કલ્યાણ માલાણી, રાજુ ભુરા સોલંકી, પોલા કલ્યાણ માલાણીની (રહે બધા ઓરીયાવાસ)ની પડધરી પોલીસે ધરપકડ કરી રૂ.૯૧૦ની રોકડ કબ્જે કરી હતી.

આ ઉપરાત જેતપુરના બાવાવાળા પરાચોકમાં તીનપતીનો જુગાર રમતા મનુ ભીખાભાઇ ઉસદડીયા, વિજય રામજી સરવૈયા, ગોવિંદ મુળજીભાઇ ચાવડા, દીનેશ હરસુખ રાવલ, અશ્ર્વીન ગોપાલ સાવલીયા, ધર્મેશપરી હરસુખપરી ગોસાઇની જેતપુર પોલીસે ધરપકડ કરી રૂ.૧૨,૯૮૦ની રોકડ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.