- ઓક્ટોબર-2019ની તુલનાએ વસૂલાત 10% વધી
દેશના અર્થતંત્ર માટે શુભસંકેત છે. 8 મહિનામાં પહેલીવાર જીએસટીની વસૂલાત ઓક્ટોબર મહિનામાં 1.05 લાખ કરોડ પર પહોંચી ગઈ છે. ચાલુ નાણાંકીય વર્ષમાં પ્રથમવાર જીએસટીની વસૂલાત 1 લાખ કરોડને પાર પહોંચી છે. ગયા વર્ષના ઓક્ટોબર મહિનાની સરખામણીએ આ આંકડો 10 ટકા વધુ છે. બીજી બાજુ કાર કંપનીઓનું ઓક્ટોબરમાં કુલ વેચાણ 18 ટકા વધ્યું છે. પેટ્રોલ પછી ઓક્ટોબરમાં ડિઝલની માંગ કોરોના રોગચાળાની પહેલાની સ્થિતિએ આવી ગઈ છે. વર્ષ અગાઉની તુલનાએ 6.6 ટકા વધી છે.
GST વસૂલાતમાં વધારો થઈ રહ્યો છે
મહિનો | વસૂલાત (કરોડ રૂ.) |
એપ્રિલ | 43,000 |
મે | 70,000 |
જૂન | 90,917 |
જુલાઈ | 87,422 |
ઓગસ્ટ | 86,449 |
સપ્ટેમ્બર | 95,480 |
ઓક્ટોબર | 1,05,155 |
ઓક્ટોબરમાં ટોપ-5 રાજ્ય
રાજ્ય | 2019 | 2020 | વૃદ્ધિ |
મહારાષ્ટ્ર | 15,109 | 15,799 | 5% |
કર્ણાટક | 6,675 | 6,998 | 5% |
તમિલનાડુ | 6,109 | 6,901 | 13% |
ગુજરાત | 5,888 | 6,787 | 15% |
ઉત્તર પ્રદેશ | 5,103 | 5,471 | 7% |
અત્યાર સુધીમાં 13 વાર જીએસટી વસૂલાત 1 લાખ કરોડને પાર થઈ છે. 2019-20માં સૌથી વધુ 7 વાર આવું થયું. 2018-19માં 4 વાર આવું થયું હતું.