એરપોર્ટ પ્રોજેક્ટ માટે જમીન આપવા ધસારો: સમીક્ષા બેઠકમાં થયેલી ચર્ચા

0
139

રાજકોટ અને ચોટીલા તાલુકાની બોર્ડર પર નિમર્ણિ પામી રહેલા આંતરરાષ્ટ્રીય કક્ષાના એરપોર્ટના પ્રોજેક્ટ માટે સરકારી અને વન વિભાગની જમીન સંપાદિત કયર્િ બાદ બાકી ઘટતી જમીન ખાનગી આસામીઓ પાસેથી લેવામાં આવી છે. નવા કાયદા મુજબ વળતર મોટા પ્રમાણમાં ચુકવવામાં આવ્યુ હોવાથી એરપોર્ટ પ્રોજેક્ટ આસપાસ જમીન ધરાવતા અનેક ખેડૂતો અને જમીનના માલિકોએ પોતાની જમીન પણ આ પ્રોજેક્ટમાં સંપાદિત કરવા માટે ઈચ્છા દશર્વિી છે. પ્રોજેક્ટ માટે પૂરતા પ્રમાણમાં જમીન મળી ગઈ હોવાથી નવી જમીન સંપાદિત કરવાની રહેતી નથી તેવા જવાબો આપવામાં આવતા રોષે ભરાયેલા આ વિસ્તારના અમુક લોકો સૂચિત સાઇટ પર બાંધકામ મટીરીયલ લઈને આવતા વાહનો અટકાવતા હોવાની ચચર્િ આજે આ પ્રોજેક્ટની સમીક્ષા કરવા માટે મળેલી બેઠકમાં કરવામાં આવી હતી.

જિલ્લા કલેક્ટર રમ્યા મોહન, અધિક કલેક્ટર પરિમલ પંડ્યા, જમીન સંપાદન માટે ખાસ નિયુક્ત કરવામાં આવેલા જીઆઇડીસીના અધિકારી પ્રજાપતિ, પ્રાંત ઓફિસર ચરણસિંહ ગોહિલ સહિતના અધિકારીઓની હાજરીમાં મળેલી બેઠકમાં એવી માહિતી આપવામાં આવી હતી કે કમ્પાઉન્ડ વોલ, રન-વે સહિતના કામો પૂરા થયા છે અને 40 ટકાથી વધુ કામગીરી આ પ્રોજેક્ટમાં પૂરી થઈ છે. બાકીનું કામ પણ ઝડપભેર પૂર્ણ થાય તે માટે આયોજન ગોઠવવામાં આવ્યું છે. એરપોર્ટના સ્થળે હોટેલ, એડમિનિસ્ટ્રેટિવ બિલ્ડીંગ, સ્ટાફ કવાટર્સ જેવા બાંધકામ કરવાના બાકી છે. પરંતુ આ માટે પ્લાન એસ્ટીમેન્ટ સહિતની બાબતો દિલ્હીથી એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા નક્કી કરવામાં આવતી હોય છે. કોરોનાવાયરસની પરિસ્થિતિના કારણે એરપોર્ટના પ્રોજેક્ટની સમીક્ષાને લગતી બેઠક ઘણા સમયથી થઇ ન હતી અને આજે લાંબા સમય બાદ આ પ્રોજેક્ટની ચચર્િ કયર્િ બાદ જિલ્લા કલેક્ટરે હવે આ પ્રોજેક્ટમાં ઝડપભેર કામગીરી કરવા માટે સુચના આપી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here