કોલેજોને બે દિવસમાં ફાયર એનઓસી મેળવી લેવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો આદેશ

0
80

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન ગ્રાન્ટેડ, સરકારી અને ખાનગી કોલેજોમાં અગ્નિશમનને લગતી પૂરતી સુવિધા હોવી જોઈએ અને તે માટે ફાયર વિભાગનું એન.ઓ.સી પણ હોવું જરૂરી છે તેવી મતલબની સૂચના યુનિવર્સિટી તરફથી તમામ કોલેજોને મોકલવામાં આવી છે.

યુનિવર્સિટી દ્વારા આ સંદર્ભે તમામ કોલેજને એક પત્ર મોકલીને જણાવ્યું છે કે તારીખ 4 નવેમ્બર સુધીમાં જે કોલેજ પાસે અગ્નિશમનને લગતા સાધનો નહીં હોય અથવા તો ફાયરનું એન.ઓ.સી નહીં હોય તેવી કોલેજ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.


શૈક્ષણિક સંસ્થાઓમાં ફાયરસેફ્ટીને લગતી જાહેર હિતની અરજી હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી છે. અને તેના અનુસંધાને શિક્ષણ વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિત રાજ્યની તમામ યુનિવર્સિટીને આ બાબતે સુચના આપવામાં આવી છે. જ્યારે નવી કોલેજની અરજી કરવાની હશે ત્યારે આવી કોલેજના બિલ્ડિંગમાં આગ બુઝાવવાને લગતા પુરતા સાધનો હોવા જરૂરી છે અને ફાયર એનઓસી પણ સાથે જોડવાનું રહેશે તેમ આ પરિપત્રમાં જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here