શું સ્તનપાન કરાવ્યા પછી બાળક ઉલટી કરે છે? તો જાણો તેના કારણ અને ઉપાય

0
74

ઘણીવાર નવજાત શિશુઓ દૂધ પીધા પછી ઉલટી કરી નાખે છે.ત્યારે ઘણા લોકો આ બાબતને હળવાશથી લે છે જ્યારે કેટલાક માતાપિતાને લાગે છે કે તે થવું સામાન્ય નથી. તો ક્યારેક પેટમાં દુખાવો અથવા ગેસને લીધે બાળક રડતું હોય છે, પરંતુ કેટલીકવાર બાળકને ઉલટી પણ થાય છે. ત્યારે તેનું કારણ જાણવું અને તેની સારવાર કરવી ખુબ જરૂરી છે.

ઉલટી થવાના કારણો 
ઘણી વખત, દૂધ પીધા પછી, બાળકો થોડું દૂધ બહાર કાઢી નાખતા હોય છે, ત્યારે આ પ્રક્રિયાને સામાન્ય સમજવી જોઈએ અને ગભરાવું જોઈએ નહીં. ઘણીવાર બાળકોના પેટમાંથી ફૂડ પાઇપના માર્ગ પર ઘણું ખોરાક એકત્રિત થવાથી બાળકોને ઉલટી થાય છે. પરંતુ આ પરિસ્થિતિમાં ઉલટી થવાને કારણે ગભરાવાની જરૂર નથી.

શિશુને થતી ઉલટી અટકાવવા શું કરવું

– દૂધ પીવડાવ્યા પછી બાળકને હલાવશો નહીં.
– દરરોજ એક જ સમયે બાળકને દૂધ આપો.
– દરરોજ જુદા જુદા સમયે ખોરાક આપવો બાળક માટે સમસ્યા થઇ શકે છે.
– ડોક્ટરની સલાહ અનુસાર જ બાળકને ઉલટી રોકવાની દવા આપો. 

જ્યારે પણ તમે તમારા બાળકને ખવડાવો, ત્યારે સ્વચ્છ કપડુ તમારી સાથે રાખો જેથી જ્યારે પણ બાળકને ઉલટી થાય ત્યારે તરત જ તેનું મોં સાફ કરી શકાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here