એમકેપ આજે 1.09 લાખ કરોડ અને એક સપ્તાહમાં 1.36 લાખ કરોડ ઘટી

0
79
  • આ વર્ષે 12 મેના રોજ એક દિવસમાં આ શેર 7 ટકા તૂટ્યો હતો
  • માર્ચમાં એ 862 રૂપિયાના નીચેના સ્તરે પહોંચ્યો હતો

દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ(RIL)ના શેરમાં આજે 9 ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે. આ ઉપરાંત શેર હવે 1,900 રૂપિયાથી પણ નીચે પહોંચી ગયો છે. એ 1885 રૂપિયા પર બોમ્બે સ્ટોક એક્સચેન્જ(BSE) પર કારોબાર કરી રહ્યો છે.

આજે રિલાયન્સના માર્કેટ કેપિટલાઇઝેશનમાં 1 લાખ 9 હજાર કરોડ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે, એ 13.89 લાખ કરોડ રૂપિયાથી ઘટીને 12.80 લાખ કરોડ રૂપિયા થઈ છે. એક સપ્તાહમાં કંપનીની એમકેપ 1.36 લાખ કરોડ રૂપિયા ઘટી છે. આ પહેલાં 12 મેના દિવસે શેર 7 ટકા તૂટ્યો હતો.

શેરમાં 42 ટકા ઘટાડાની શક્યતા
મૈક્વાયરીએ RILના શેરમાં 42 ટકાના ઘટાડાનું રેટિંગ આપ્યું છે. આ બ્રોકરેજ હાઉસે કહ્યું છે કે શેર અહીંથી અન્ડર પર્ફોર્મ કરશે અને આગળ 1195 રૂપિયા સુધી જઈ શકે છે. શુક્રવારના સ્તરેથી એ 42 ટકા નીચે જશે. એડલવાઈસ અને એમકે ગ્લોબલે શેરનો લક્ષ્યાંક 2105 રૂપિયા અને 1970 રૂપિયા રાખ્યો છે. બંનેએ તેને હોલ્ડ કરવાની સલાહ આપી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here