ગોંડલ નેશનલ હાઇવે રામદ્વાર પાસે બોલેરો માંથી બે શ્રમિક મહિલાઓ ગબડી પડતા ગંભીર

0
89

ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે રામ દ્વાર પાસે બોલેરો જીપ ના પાછળના ભાગે બેઠેલ બે શ્રમિક મહિલાઓ ગબડી પડતા ગંભીર રીતે ઘવાતાં સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા

પ્રાપ્ત વિગતો મુજબ મૂળ ચોકારી તાલુકો પાદરા ના વતની અને હાલ જામવાડી ખાડિયા વિસ્તારમાં મજૂરીકામ કરતા લાલજીભાઈ નાનજીભાઈ માડી ઉંમર વર્ષ 28 ના પત્ની ટીનુંબેન તેમજ મંગુબેન અરવિંદભાઈ મજૂરીકામ માટે બોલેરો GJ03AX9895 માં બેસી ચેતના ઓઇલ મિલમાં મજૂરીકામ માટે જઈ રહ્યા હતા ત્યારે રામ દ્વાર પાસે બોલેરો ચાલકે ગફલત ભરી રીતે વાહન ચલાવતા પાછળ બેઠેલા ટીનું બેન અને મંગુબેન ગબડી પડતા માથાના ભાગે હેમરાજ જેવી ગંભીર ઈજા થતા પ્રાથમિક સારવાર ગોંડલ સરકારી દવાખાને અપાવી ટીનુંબેન ને સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા જ્યારે મંગુબેન ને તેમના પરિવારજનો સારવાર માટે ભાવનગર લઈ ગયેલા હતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ 279 337 338 184 177 66(2), 192 મુજબ ગુનો નોંધી બોલેરો ચાલકની શોધખોળ શરૂ કરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here