સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે કરોડોના ખર્ચે તૈયાર થયેલા ટેન્ટ સિટી 1 અને રમાડા એંકોર હોટેલે લગ્નપ્રસંગો માટે ભાડે આપવાનું શરૂ કર્યું છે. સરકારી ગાઇડલાઇન મુજબ 50 વ્યક્તિઓ માટે રૂા. 2.50 લાખનું પેકેજ રખાયું છે. નર્મદા કિનારે લગ્નપ્રસંગ માટે એનઆરઆઇ અને મેટ્રો સિટીમાંથી ઇન્ક્વાયરી પણ ચાલુ થઇ ગઇ છે.

