ગુજરાતની 8 બેઠક પર સવારે 9 વાગ્યા સુધી 8 ટકા જેટલું મતદાન, ઉમેદવારોએ પણ મત આપ્યો, તમામ પોલિંગ બૂથ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

0
56
  • મોરબી, અબડાસા, લીંબડી, કરજણ, ધારી, ગઢડા, ડાંગ અને કપરાડા બેઠકની પેટાચૂંટણીનું મતદાન શરૂ
  • 1500ને બદલે એક હજાર મતદાર એક મતદાન મથક પર મતદાન કરી શકશે

ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી આઠ બેઠક માટે આજે 3જી નવેમ્બરે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. સવારે 9 વાગ્યા સુધીમાં 8 ટકા જેટલું મતદાન થયું છે. ગઈકાલે જ રાજ્ય ચૂંટણીપંચે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી હતી. 8 વિધાનસભા બેઠકમાં સમાવિષ્ટ 18.75 લાખ મતદાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને 80 ઉમેદવારનું ભવિષ્ય નક્કી કરશે. મતદારો સાંજે 6 વાગ્યા સુધી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. કોવિડ-19ની ગાઈડલાઈન્સ મુજબ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય એ માટે તમામ મતદાન મથક પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. રાજ્યમાં અબડાસા, ધારી, લીંબડી સહિતની 8 બેઠક પર વિધાનસભાની પેટાચૂંટણી યોજાઈ રહી છે. એમાં ભાજપ, કોંગ્રેસ, બીટીપી સહિતની પાર્ટીઓ અને અપક્ષ મળીને 80 ઉમેદવાર વચ્ચે જંગ છે.

ઉમેદવારોએ મતાધિકારીનો ઉપયોગ કર્યો
મોરબીમાં ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજાએ પત્ની સાથે પૂજા કરી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. બીજી તરફ ધારીમાં ભાજપ અને કોંગ્રેસના બંને ઉમેદવારોએ ચૂંટણી જીતવા માટે સુરતથી મતદારો ઉતાર્યા છે, સાથે જ કપરાડામાં 374 અને ડાંગમાં 357 મતદાન મથકો પર મતદારો પહોંચી મતદાન કરી રહ્યા છે. કપરાડામાં કુલ 2,45,743 મતદાર અને ડાંગમાં કુલ 1,78,157 મતદાર મતદાન કરી ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે.

ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજાએ પત્ની સાથે પૂજા કરી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજાએ પત્ની સાથે પૂજા કરી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

ધારી, ગઢડા અને મોરબી બેઠક પર મતદાન શરૂ
સૌરાષ્ટ્રની ધારી, ગઢડા અને મોરબી બેઠક પર આજે વહેલી સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. કોવિડ-19ની ગાઈડલાઈન્સ મુજબ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય એ માટે તમામ મતદાન મથક પર પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મોરબીમાં ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજાએ પત્ની સાથે પૂજા કરી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. બ્રિજેશ મેરજાએ મતદાન શ્રેષ્ઠ દાન હોવાનું કહી લોકોને મતદાન કરવા અપીલ કરી છે. બીજી તરફ, ધારીમાં ભાજપ અને કોંગ્રેસના બંને ઉમેદવારોએ ચૂંટણી જીતવા માટે સુરતથી મતદારો ઉતાર્યા છે.

અબડાસાના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાએ કર્યું મતદાન.

અબડાસાના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાએ કર્યું મતદાન.

કપરાડા અને ડાંગ બેઠક પર મતદાન શરૂ
કપરાડા અને ડાંગ વિધાનસભાની ખાલી પડેલી બેઠકની પેટાચૂંટણીનું આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું છે. કપરાડામાં 374 અને ડાંગમાં 357 મતદાન મથક પર મતદારો પહોંચી મતદાન કરી રહ્યા છે. કપરાડામાં કુલ 2,45,743 મતદાર અને ડાંગમાં કુલ 1,78,157 મતદાર મતદાન કરી ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે બંને બેઠકો પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ છે.

મતદારોએ કોવિડ-19ની ગાઇડલાઇન્સ અનુસાર મતદાન શરૂ કર્યું.

મતદારોએ કોવિડ-19ની ગાઇડલાઇન્સ અનુસાર મતદાન શરૂ કર્યું.

કરજણ બેઠક પરથી મતદાન શરૂ
કરજણ બેઠક ભાજપ અને કોંગ્રેસ સહિત 9 ઉમેદવાર વચ્ચે જંગ છે અને કરજણ બેઠક પર 1,04,834 પુરુષ અને 99,761 સ્ત્રી તેમજ અન્ય 13 સહિત કુલ 2,04,608 મતદાર નોંધાયા છે. 246 મુખ્ય મતદાન મથકો અને 65 પૂરક સહિત કુલ 311 મતદાન મથક પર મતદાન થઇ રહ્યું છે.

18.75 લાખ મતદાર 80 ઉમેદવારનું ભવિષ્ય નક્કી કરશે
ગઈકાલે રાજ્યના ચીફ ઈલેક્શન કમિશનર ડો. એસ. મુરલીકૃષ્ણને પત્રકાર પરિષદ યોજીને ચૂંટણીની તૈયારીઓની માહિતી આપી હતી. આજે રાજ્યની 8 વિધાનસભા બેઠકનું મતદાન યોજાઈ રહ્યું છે. સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે અને સાંજે 6 વાગ્યા સુધી મતદાન કરી શકાશે. 8 બેઠકની પેટાચૂંટણી માટે 18.75 લાખ મતદાર નોંધાયા છે. 1500ને બદલે એક હજાર લોકો એક મતદાન મથક પર પોતાના મતાધિકારીનો ઉપયોગ કરી શકશે.

8 બેઠક પર કોંગી ધારાસભ્યોએ રાજીનામાં ધરતાં પેટાચૂંટણી યોજાઈ રહી છે
રાજ્યસભાની ચૂંટણી દરમિયાન માર્ચ મહિનામાં કોંગ્રેસના અબડાસા, ધારી, ગઢડા, ડાંગ અને લીંબડી બેઠક પરથી અનુક્રમે પ્રદ્યુમનસિંહ, જે.વી. કાકડિયા, પ્રવીણ મારૂ, મંગળ ગાવિત, સોમાભાઇ પટેલે રાજીનામા આપ્યાં હતાં. ત્યાર બાદ જૂન મહિનામાં કરજણના અક્ષય પટેલ, કપરાડા બેઠક પરથી જિતુ ચૌધરી અને મોરબી બેઠક પરથી બ્રિજેશ મેરજાએ રાજીનામાં આપ્યાં હતાં, જેના પગલે 8 બેઠક પર આવતીકાલે પેટાચૂંટણી યોજાઈ રહી છે.

8 બેઠક પર આ કોંગ્રેસ-ભાજપના ઉમેદવારો વચ્ચે સીધો જંગ

બેઠકભાજપના ઉમેદવારકોંગ્રેસના ઉમેદવાર
અબડાસાપ્રદ્યુમનસિંહ જાડેજાડો.શાંતિલાલ સંઘાણી
મોરબીબ્રિજેશ મેરજાજયંતીલાલ પટેલ
ધારીજે.વી. કાકડિયાસુરેશ કોટડિયા
કરજણઅક્ષય પટેલકિરીટસિંહ જાડેજા
ગઢડાઆત્મરામ પરમારમોહનલાલ સોલંકી
કપરાડાજિતુ ચૌધરીબાબુભાઈ વરઠા
ડાંગવિજય પટેલસૂર્યકાંત ગામીત
લીંબડીકિરીટસિંહ રાણાચેતન ખાચર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here