ઈલેક્ટ્રોનિક માર્કેટમાં રૂ. 20 કરોડનો વેપાર થશે, રાજસ્થાન જવાના 25 હજાર બુકિંગ

0
151
  • 15 દિવસમાં સોની વેપારીઓએ 5 હજાર બંગાળી કારીગરોને ફ્લાઈટમાં બોલાવ્યા

તહેવાર આવતાની સાથે જ લોકોમાં ઉમંગ દેખાવા લાગ્યો છે અને કોરોનાનો ડર ભુલાતા બજારમાં ખરીદી નીકળી છે. લોકો મુહૂર્ત સાચવવા માટે, લગ્ન માટે અને રોકાણ કરવા માટે સોનાની ખરીદી દિવાળી અને ધનતેરસમાં કરવાનું વધુ પસંદ કરતા હોય છે. નીકળેલી ડિમાન્ડને પહોંચી વળી શકાય તે માટે સોની વેપારીઓએ 15 દિવસમાં 5 હજાર બંગાળી કારીગરોને ફ્લાઈટમાં બોલાવી લીધા છે. હાલ બંગાળી કારીગરો રાતભર કામ કરે છે. ફ્લાઈટમાં બિઝનેસ ટૂરના બુકિંગ માત્ર મજૂરોના જ થયા છે.

જે કોલકાતાથી અમદાવાદના છે. જ્યારે ઈલેક્ટ્રોનિક માર્કેટમાં રૂ. 20 કરોડનો વેપાર થશે. કોરોના પછી વર્ક ફ્રોમ હોમ અને ઓનલાઈન એજ્યુકેશનનું કલ્ચર વધતા ઈલેક્ટ્રોનિક માર્કેટમાં એલ.ઈ.ડી અને સ્માર્ટ ટીવીની ડિમાન્ડ નીકળી છે તેમ ટીવી એપ્લાયસિન્સ ટ્રેડર્સના પ્રમુખ અનિષ શાહે જણાવ્યું હતું. ગત વર્ષની સરખામણીએ ગિફ્ટ માર્કેટ 50 ટકા તૂટી છે. જેને કારણે ડ્રાયફ્રૂટના વેપારીઓએ ખુદે ઓર્ડર મુજબ જ ખરીદી કરી છે. આ વખતે દિવાળીમાં એકલા માત્ર રાજકોટથી રાજસ્થાન જવાના 25 હજારથી વધુ બુકિંગ થયા છે.

આ વખતની દિવાળીમાં આ પરિવર્તન જોવા મળ્યા

  • સોનાની ખરીદી કરવા આવતા લોકો પસંદગી મુજબની જ ડિઝાઈન લઈને આવે છે
  • ખરીદી પહેલા વેપારીને પોતાનું ફિક્સ બજેટ કહી દે છે અને તે જ બજેટથી વધવાનું પસંદ કરતા નથી
  • દાગીનાની પસંદગી કરવા માટે માત્ર 3 કે 4 લોકો જ આવે છે
  • લાઇટ વેઈટ, ટ્રેડિશનલ અને ડિઝાઈનર તેમજ લેધર કટિંગ દાગીનાની ડિમાન્ડ કરે છે
  • લોકો ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટસ ખરીદી માટે દુકાને દુકાને ફરવાને બદલે એક જ દુકાને જઈને ખરીદી કરવાનું વધુ પસંદ કરે છે
  • લોકોની ખરીદ શક્તિ વધી છે, એસીની ખરીદી હજુ ચાલુ છે
  • રાજસ્થાન હાઉસફુલ, નજીકના સ્થળોએ સાસણ, દ્વારકા, કચ્છ જવાનું લોકોએ પસંદ કર્યું
  • ડ્રાયફ્રૂટ માર્કેટમાં આ વર્ષે રૂ. 5 કરોડનું ટર્નઓવર થશે, દિવાળીમાં ડ્રાયફ્રુટની ગિફ્ટ આપવાનું ચલણ છે તે કોરોનાને હિસાબે ઘટશે.
  • કારીગરો રો-મટિરિયલ્સનું, મોતીનું ફિટિંગ તૈયાર જ રાખે છે, હવે સમય ઓછો છે અને કામ ઘણું વધારે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here