પીરિયડ્સના દિવસો મહિલાઓ માટે સરળ દિવસ નથી હોતા. પીરિયડ્સ દરમિયાન ઘણી સ્ત્રીઓને ચક્કર આવવાની તકલીફ થતી હોય છે. ચક્કર આવવા સામાન્ય જણાય છે પરંતુ તે એક મોટી સમસ્યાનો સંકેત પણ હોઈ શકે છે. નિષ્ણાંતોના જણાવ્યાનુસાર માસિક સમયે શરીરમાં જે ફેરફાર થાય છે તેના કારણે ચક્કર આવવા સહિત માથું દુખવું જેવી તકલીફ પણ થઈ શકે છે. આ સિવાય કયા કયા કારણોસર ચક્કર આવી શકે છે પણ જાણો અને સાથે જ જાણો તેના ઉપાય કયા કયા છે.
પીરિયડ્સમાં ભારે રક્તસ્રાવ થવાથી ચક્કર આવી શકે છે. અતિશય રક્તસ્રાવના કારણે બ્લડ પ્રેશરમાં ફેરફાર થઈ શકે છે. જેનાથી ચક્કર આવે છે. તો સાથે જ ભારે રક્તસ્રાવ એનિમિયાનું કારણ પણ બની શકે છે. એનિમિયા લોહીમાં ઓક્સિજન સ્તરને અસર કરી શકે છે અને જો મગજમાં જતા લોહીમાં ઓક્સિજન ઓછું હોય તો ચક્કર આવી જાય છે. આ સિવાય માસિક સમયની તકલીફના કારણે પણ ચક્કર લાવી શકે છે. તાણ, પેટમાં ભારે દુખાવો થાય છે. તેવામાં ખાવાપીવાનું પણ અનિયમિત થઈ જાય છે તેના કારણે ચક્કર આવી શકે છે. પીરિયડ્સ દરમિયાન શરીરમાં પાણીની ઘટ થઈ જાય તો તેના કારણે ઘણી વાર ચક્કર આવે છે.
પીરિયડ્સમાં ચક્કર આવવાની સમસ્યાથી રાહત મેળવવા માટે આ ઉપાયો કરો.
– પૂરતા પ્રમાણમાં પાણી અને અન્ય પ્રવાહી પીઓ.
– આખો દિવસ પૌષ્ટિક આહાર લેવો
– આહારમાં પ્રોટીનનો સમાવેશ કરો.
– એનિમિયાથી બચવા આયર્ન સમૃદ્ધ ખોરાક લેવો.
– વિટામિન બી 12, વિટામિન બી 6, વિટામિન સી અને આયર્ન જેવા વિટામિનના સપ્લીમેન્ટ લઈ ચક્કરની સમસ્યા દૂર કરી શકાય છે.
– આદુ કે ફુદીના વાળી ચા પીવાથી માસિક સમયે આવતા ચક્કર દૂર થાય છે.