રસી પહેલાં કોરોનાની અસરકારક દવા આવી જશે

0
96
  • સીએસઆઇઆર દ્વારા તૈયાર થઈ: બે પરીક્ષણ થઈ ગયા અને ત્રીજાની મંજૂરી


કોરોનાવાયરસ વિરુદ્ધની રસી નો ઇન્તજાર ભારત સહિત દુનિયા આખીને છે પરંતુ તે પહેલા કદાચ કોરોના વિરુદ્ધની એક અસરકારક દવા તૈયાર થઈ જશે અને દેશમાં તે ઉપલબ્ધ બનશે તેવી શક્યતા છે. કાઉન્સિલ ફોર સાયન્ટિફિક રિસર્ચ દ્વારા આ દવા તૈયાર કરવામાં આવી છે અને દવા નું નામ એમ ડબલ્યુ રાખવામાં આવ્યું છે.


આ દવાના બે ક્લિનિકલ ટ્રાયલ થઈ ગયા છે અને ડ્રગ કંટ્રોલર દ્વારા ત્રીજા તબક્કાના પરીક્ષણ માટે ની મંજૂરી પણ આપી દેવામાં આવી છે. સીએસ આઈ આર ના વરિષ્ઠ સાયન્ટિસ્ટ ડોક્ટર રામ વિશ્વકમર્એિ આ માહિતી આપી છે.


તેમણે કહ્યું છે કે બે તબક્કાના પરિક્ષણ ઉત્સાહ જનક રહ્યા છે અને આ દવાને ડ્રગ ક્ધટ્રોલર ની સામે રાખવામાં પણ આવી હતી. ત્યારબાદ તેને ત્રીજા તબક્કાના પરીક્ષાની મંજૂરી મળી હતી.
ડોક્ટર વિશ્વકમર્એિ એવી માહિતી પણ આપી છે કે દેશમાં 300 જેટલા લોકો પર આ દવા નું પરીક્ષણ ટૂંક સમયમાં જ શરૂ કરવામાં આવશે. એપોલો હોસ્પિટલ તેમજ એઈમ્સ મા આ ત્રીજા તબક્કાના પરીક્ષણ ની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.


જો ત્રીજા પરીક્ષણના પરિણામ સફળ રહેશે તો આગામી વર્ષના પ્રથમ ત્રિમાસિકગાળામાં દવા બજારમાં ઉપલબ્ધ બની શકે છે અને કોરોના ના દર્દીઓ માટે મોટી રાહત નીકળી શકે છે.
ડોક્ટરે એવી માહિતી પણ આપી છે કે આ દવા ઇમ્યુનો થેરપીના રૂપમાં કામ કરશે અને જો દર્દીની સારવાર ચાલી રહી છે તેને પણ આ દવા આપી શકાશે તે જ રીતે સ્વસ્થ વ્યક્તિને બચાવવા માટે પણ આ દવા આપી શકાશે. કોરોના દર્દીને સાજા કરી દેવાની ક્ષમતા દવામાં છે તેવો દાવો કરવામાં આવ્યો છે અને હવે ત્રીજા તબક્કાના પરીક્ષણ પર આધાર રહેલો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here