હવે રાંધણ ગેસ સીલિન્ડર નોંધાવશો તો પણ મળશે 50 રૂપિયા કેશબેક

0
138

હવે એલપીજી બુકિંગ કરાવવા પર ગ્રાહકોને કેશબેક મળશે. સરકારી ઓઈલ કંપ્ની ઇન્ડેને પોતાના ગ્રાહકોને રાહત આપતા એલપીજી સિલિન્ડર બુકિંગ પર કેશબેકની જાહેરાત કરી છે. કંપ્નીએ ટ્વીટ કરીને લખ્યું કે, એલપીજી ગ્રાહકો હવે એમેઝોન પેના માધ્યમથી એલપીજી સિલિન્ડર બુકિંગ કરી શકાશે અને તેના માટે ઓનલાઈન પેમેન્ટ પણ કરી શકે છે.


આ સાથે જ એમેઝોન પે મારફતે પ્રથમ વખત સિલિન્ડર બુક કરાવવા પર અને ઓનલાઈન પેમેન્ટ કરવા પર ગ્રાહકોને 50 રૂપિયા સુધી કેશબેક મળી શકે છે. જોકે આ કેશબેકનો લાભ માત્ર એક જ વખત મળશે.


આ માટે ગ્રાહકોએ એમેઝોન એપ્ના પેમેન્ટ ઓપ્શનમાં જવાનું રહેશે. ત્યાર બાદ પોતાના ગેસ સર્વિસ પ્રોવાઈડરની પસંદગી કરવાની રહેશે અને અહીં પોતાનો રજિસ્ટર્જડ મોબાઈલ નંબર અથવા એલપીજી નંબર નાંખવાનો રહેશે. આ માટે ગ્રાહકે એમેઝોન પેના માધ્યમથી જ પેમેન્ટ કરવાનું રહેશે.


નોંધનીય છે કે, આ પહેલા ઇન્ડેને એલપીજી સિલિન્ડર બુકિંગ માટે નવો નંબર જાહેર કર્યો હતો. જો તમે ઇન્ડેનના ગ્રાહક છો તો તમે નવા નંબર 7718955555 પર કોલ કરીને સિલિન્ડર બુક કરાવી શકો છો. અથવા બીજી સરળ રીત છે વોટ્સએપ. તમે વોટ્સએપ મેસેન્જર પર  ટાઈપ કરીને તેને 7588888824 પર મોકલી દો, ધ્યાન રહે કે તમારો વોટ્સએપ નંબર તમારો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર જ હોય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here