હવે દેશના આ ૬ વિમાનમથકો પર હશે અદાણી જૂથનો હક , ૫૦ વર્ષ સુધી મળ્યો તેને આ અધિકાર

0
110

ભારતની એરપોર્ટ ઓથોરિટીએ રવિવારની મધ્યરાત્રિએ લખનઉ એરપોર્ટના ૫૦ વર્ષના લીઝને અદાણી જૂથને સોંપ્યું હતું. આ પહેલા ૩૦ ઓક્ટોબરની મધ્યરાત્રિથી, એએઆઈએ   મંગલુરુ એરપોર્ટને પણ આજ સમુહને સોંપ્યું છે. એએઆઈએ ટ્વીટ કરીને માહિતી આપી હતી કે, ‘૨ નવેમ્બર ૨૦૨૦ના રોજ, એએઆઈના વરિષ્ઠ અધિકારીઓએ અદાણી ગ્રુપ સાથે સહમતી પત્ર પર હસ્તાક્ષર કરીને  લખનૌ એરપોર્ટ આ જૂથને સોંપ્યું.


કેન્દ્ર સરકારે ફેબ્રુઆરી૨૦૧૯માં દેશના છ મોટા એરપોટ, લખનઉ, અમદાવાદ, જયપુર, મંગલુરૂ, તિરુવનંતપુરમ અને ગુવાહાટીનું વિશેષ વ્યવસ્થા હેઠળ ખાનગીકરણ કર્યું હતું. સ્પર્ધાત્મક બોલીઓ આપીને, અદાણી ગ્રૂપે ૫૦ વર્ષ સુધી આ બધા એરપોર્ટો ચલાવવાના અધિકાર મેળવ્યા છે.  એએઆઈએ ૨૨ ઓક્ટોબરે એક પ્રેસ જાહેરાતમાં જણાવ્યું હતું કે અદાણી જૂથને અનુક્રમે ૩૧ ઓક્ટોબર, ૨ નવેમ્બર અને ૧૧ નવેમ્બરના રોજ મંગલુરૂ, લખનઉ અને અમદાવાદ એરપોર્ટ સોપી દેવામાં આવશે.

૧૪ ફેબ્રુઆરીએ કર્યા હતા હસ્તાક્ષર 
બંને પક્ષો વચ્ચે ૧૪ ફેબ્રુઆરીએ આ હવાઇમથકોના કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. જયપુર, ગુવાહાટી અને તિરુવનંતપુરમ એરપોર્ટ માટે કરાર પર સપ્ટેમ્બરમાં બંને પક્ષે હસ્તાક્ષર કર્યા હતા.


નાણાંકીય બાબતોમાં અદાણી જૂથનો રહેશે અધિકાર 
૨નવેમ્બરથી અદાણી જૂથે લખનઉના ચૌધરી ચરણસિંહ એરપોર્ટની સંપૂર્ણ કામગીરી સંભાળી લીધી હતી. રવિવારની રાત્રે ૧૨ વાગ્યા સુધીમાં તમામ ફોર્માલીટી પૂર્ણ કરી લીધી હતી. આ પછી, અદાણી ગ્રૂપે સોમવારથી લખનૌના અમૌસી એરપોર્ટની કામગીરી પણ પોતાના હાથમાં લઇ લીધી હતી. તે ઉલ્લેખનીય છે કે. એરપોર્ટના સંચાલનથી લઈને નાણાંકીય બાબતો સુધી હવે ફક્ત અદાણી ગ્રુપ જ અધિકારીઓ અને નિર્ણય લેશે.

અદાણી ગ્રુપ આગામી ૫૦ વર્ષ સુધી આ વિમાનમથક અને દેશના૫ એરપોર્ટની જવાબદારી સંભાળશે. ૩૪ વર્ષ જૂનું લખનૌ એરપોર્ટ ૧૯૮૬માં સરકાર અને કેટલાક ઉદ્યોગપતિઓના ઉપયોગ માટે બનાવવામાં આવ્યું હતું. જ્યારે ૧૭ જુલાઈ,૨૦૦૮ના રોજ, આ એરપોર્ટ મુસાફરો માટે શરૂ કરાયું હતું. ત્યરબાદ મે ૨૦૧૨માં લખનઉ એરપોર્ટને આંતરરાષ્ટ્રીય દરજ્જો મળ્ય હતો. આજે અહીં ૧૬૦થી વધુ વિમાન કાર્યરત છે અને વાર્ષિક ૫૫ લાખથી વધુ મુસાફરો અહીંથી મુસાફરી કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here