આખું અઠવાડિયા સુધી કામ કર્યા પછી જ્યારે વીકએન્ડ આવે છે ત્યારે મન અને હૃદય હળવા થઈ જાય છે. શુક્રવારથી જ લોકો વીકેન્ડમાં આરામ, ઊંઘ કરવા અને પરીવાર સાથે સમય વિતાવવા, ફરવા જવાનું વિચારવા લાગે છે. પરંતુ જ્યારે વીકેન્ડમાં આ બધું કરી લેવામાં આવે છે તો રવિવારની રાત્રે સુવામાં સમસ્યા થાય છે. મોટાભાગના લોકોને રવિવારે રાત્રે ઊંઘ ન આવવાની ફરિયાદ રહે છે. રવિવારે રાત્રે પુરતી ઊંઘ ન થવાથી સોમવારે સવારે ચીડિયાપણું અને ઊર્જાનો અભાવ અનુભવાય છે. તેવામાં પ્રશ્ન એવો પણ થાય કે રવિવાર અનિદ્રા રહે છે શા માટે ?
એક સર્વે અનુસાર દર ચાર લોકોમાંથી એકને રવિવારે રાત્રે ઊંઘ કરવામાં તકલીફ હોય છે. અન્ય એક અભ્યાસ દર્શાવે છે કે 60 ટકા કર્મચારીઓને રવિવારે રાત્રે સૌથી ખરાબ ઊંઘ આવે છે અને 80 ટકા લોકોએ કહ્યું છે કે તેઓને શુક્રવારે રાત્રે સૌથી સારી ઊંઘ આવે છે. આમ થવાના કારણો પર પણ કરો એક નજર.
– રવિવારની રાત્રે ઊંઘમાં તકલીફ થવાના ઘણા કારણો છે અને તેમાં સૌથી સામાન્ય કારણ છે માનસિક તાણ. રવિવારે રાત્રે સોમવારે સવારે ઓફિસ, કામ અને અન્ય કામના વિચારોના કારણે સ્ટ્રેસ વધી જાય છે.
– આ સિવાય સપ્તાહના અન્ય દિવસોની સરખામણીમાં રવિવારે શારીરિક અને માનસિક પ્રવૃત્તિઓ ઓછી થાય છે. તેથી પણ શરીરને થાક લાગતો નથી અને રાત્રે ઊંઘ ઝડપથી આવતી નથી.
– અઠવાડિયાના અંતમાં દિવસ દરમિયાન મોડે સુધી ઊંઘ કરી હોય આ ઉપરાંત બપોરે પણ ઊંઘ કરી હોય છે જેનાથી પણ રાત્રે ઊંઘ સમયસર આવતી નથી.
રવિવારની રાત્રે અનિદ્રાની સમસ્યા આ રીતે કરો દૂર
– રવિવારે સવારે વહેલા જાગી જવું અને દિવસ દરમિયાન એક્ટિવ રહેવું.
– વધારે કે ભારે ખોરાક ન લો. જેથી બપોરે ઊંઘ ન આવે.
– રાત્રે જાગતા હોય ત્યારે સંગીત સાંભળો અથવા કોઈ પુસ્તક વાંચો.
– જો તમને કોઈની પણ ચિંતા હોય તો ડાયરીમાં લખો. તેનાથી મન શાંત રહેશે.