લાંબા અને સુખી દાંપત્યજીવનની ચાવી છે અલગ અલગ બેડ પર સુંવું.. વાંચો અહેવાલ વિગતવાર

0
124

અલગ પલંગ પર સુવુંએ વૈવાહિક જીવનમાં સંઘર્ષની નિશાની નથી, પરંતુ તે વધુ સારા આરોગ્ય અને સુખી સંબંધની ચાવી છે. આવું તારણ એક સંશોધનમાં આપવામાં આવ્યું છે. આ સંશોધન માટે 6 કપલને અલગ અલગ બેડ પર સુવાનું કહેવામાં આવ્યું હતું. આ 6 કપલ પર થયેલા સર્વે બાદ જાણવા મળ્યું કે જે કપલ અલગ અલગ સુવે છે તેમના સંબંધ વધારે મજબૂત રહે છે અને તે શારીરિક રીતે વધારે હેલ્ધી હોય છે. 

સંશોધનથી જાણવા મળ્યું છે કે જ્યારે જીવનસાથી ઊંઘમાં પડખા ફરે છે, ઊંઘ ન આવે ત્યારે મોબાઈલ કે ટીવી જુએ છે, નસકોરાં બોલાવે છે ત્યારે તેનાથી બીજા સાથીની ઊંઘમાં પણ ખલેલ પહોંચે છે. આવી સ્થિતિમાં પાર્ટનરની નિંદ્રાને અસર થાય છે અને તેનું  સ્વાસ્થ્ય બગડે છે. તેનાથી સંબંધોને પણ અસર થઈ શકે છે. અન્ય સંશોધનથી એ પણ બહાર આવ્યું છે કે જે લોકો ઓછી ઊંઘ કરે છે તેમના છૂટછેડા ઝડપથી થાય છે.  

અધુરી ઊંઘ સંબંધને અસર કરવાની સાથે અકસ્માતનું જોખમ પણ વધારે છે. આ સિવાય તેમણે એમ પણ કહ્યું હતું કે જો તમે આ રીતે લાંબા સમય સુધી રહો તો તમારું વજન પણ વધી શકે છે અને ટાઇપ 2 ડાયાબિટીઝ અને ડિપ્રેશન પણ થઈ શકે છે. જો કે મોટાભાગના લોકો આ વાતને સમજતાં નથી પરંતુ ઉચ્ચ વર્ગના સમાજમાં લોકો લાંબા સમય સુધી સંબંધો જાળવવા માટે અલગ અલગ બેડરૂમનો ઉપયોગ કરે છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here