મધુબનીમાં રેલી દરમિયાન નીતિશ પર પથ્થર-ડુંગળી ઝીંકાયા, CMએ કહ્યું- ફેંકો હજું ફેંકો

0
282

બિહાર વિધાનસભા ચૂંટણીમાં ત્રણ તબક્કા માટે પ્રચાર કરવામાં આવી રહ્યો છે. મંગળવારે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર જ્યારે મધુબનીના હરલાખી વિધાનસભા વિસ્તારમાં પહોંચ્યા, તો તેમને વિરોધનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે નીતિશ રેલીને સંબોધિત કરી રહ્યા હતા, ત્યારે તેમની પર ડુંગળી અને પથ્થરના ટુકડા ફેંકવામાં આવ્યા હતા.

આ દરમિયાન પથ્થર ફેંકનાર વ્યક્તિએ સતત નારાબાજી કરી અને કહ્યું કે, દારૂ જાહેરમાં વેચાઈ રહ્યો છે,ચોરી થઈ રહી છે પણ તમે કંઈ કરી શકતા નથીય આ દરમિયાન નીતિશ કુમારના સુરક્ષાકર્મીઓએ એ વ્યક્તિને અટકાવવાનો પ્રયાસ કર્યો, પણ નીતિશ કુમારે કહ્યું કે, ફેકવા દો જેટલું ફેંકવું હોય એટલું ફેંકવા દો.

બિહારમાં ચૂંટણી છે. ત્રણ તબક્કામાં મતદાન થવાનું છે. બીજા તબક્કાની 94 બેઠક પર મતદાન ચાલી રહ્યું છે. 5 જિલ્લાના ઘણા બૂથોમાં EVM ખરાબ થવાથી વોટિંગ મોડેથી શરૂ થયું. 9 વાગ્યા સુધી 8.05% મતદાન થઈ ચૂક્યું છે. પહેલા તબક્કામાં 55.9% મતદાન થયું હતું. ત્રીજા તબક્કાનું મતદાન 7 નવેમ્બરે યોજાશે. 1,463 ઉમેદવાર મેદાનમાં છે, જેમાં 1,316 પુરુષ અને 146 મહિલા છે, જ્યારે એક ટ્રાન્સજેન્ડર છે. ત્રીજા તબક્કાનું વોટિંગ 7 નવેમ્બરે યોજાશે. પરિણામ 10 નવેમ્બરે આવશે.

આ પહેલા ભાજપે સવારે 10 વાગ્યા સુધી મતદાન ટકાવારીની ખરાબ સ્થિતિ જોઈને મતદાન વધારવાની અપીલના SMS મોકલ્યા. જેમાં પ્રચાર ન કર્યો, પરંતુ 2 કલાક પછી AD-BJPBIHએ એક મેસેજ મોકલીને કહ્યું કે, તમારા વિસ્તારમાં વોટ ટકાવારી ઓછી છે, ભાજપને જીતાડવા માટે વધુમાં વધુ મતદાન કરાવો.

વોટિંગનો ટ્રેન્ડ

સમયમતદાન
9 વાગ્યે8.05%
11 વાગ્યે19.26
1 વાગ્યે32.82

કોરોનાને કારણે ચૂંટણીપંચે વોટિંગનો સમય એક કલાક વધારી દીધો છે. 94માંથી 86 બેઠક પર સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે, બાકીની 8 બેઠક પર સવારે 7થી 4 વાગ્યા સુધી જ મતદાન થશે, જેમાં તેજસ્વી યાદવની રાધોપુર બેઠક પણ સામેલ છે.

જે 94 બેઠક પર મતદાન યોજાઈ રહ્યું છે, 2015માં એમાંથી 50 બેઠક JDU અને ભાજપે જીતી હતી. 33 બેઠક પર RJDને જીત મળી હતી. પાર્ટી પ્રમાણે જોવા જઈએ તો 2015માં સૌથી વધુ 33 બેઠક RJDને, 30 બેઠક JDUને અને 20 બેઠક ભાજપને મળી હતી.

 • ઉપ-મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીએ વોટ આપ્યા પછી કહ્યું, લોકો ઘરેથી નીકળે અને મતાધિકારનો ઉપયોગ કરે. સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવે અને માસ્ક પહેરે.
 • સમસ્તીપુરની ઉજિયારપુર વિધાનસભાના લોકનાથપુરગંજના બૂથ નંબર 245Aની EVM મોકપોલ દરમિયાન જ ખરાબ નીકળ્યું. સેક્ટર મેજિસ્ટ્રેટને જાણ કરાઈ છે. પછી ટીમે આવીને એને ઠીક કર્યું. 15 મિનિટ મોડું મતદાન શરૂ થયું.
 • દરભંગા શહરીમાં બૂથ નંબર 89, ગોપાલગંજમાં બૂથ નંબર 121 અને 136, મુઝફ્ફપુરના ઉર્દુ મધ્ય વિદ્યાલય, બેગુસરાયના બછવાડામાં પણ EVM ખરાબ થવાથી મતદાન શરૂ થવામાં મોડું થયું.
 • મહાગઠબંધનના મુખ્યમંત્રી પદના ઉમેદવાર તેજસ્વી યાદવ, મોટા ભાઈ તેજપ્રતાપ અને માતા રાબડી દેવીએ પટનાના બૂથ-160માં મતદાન કર્યું
 • પટનાના સેન્ટ જોસેફ હાઈસ્કુલમાં સવાર સવારમાં ઉપમુખ્યમંત્રી સુશીલ કુમાર મોદી પણ મતદાન કરવા માટે પહોંચ્યા, તેમણે તાત્કાલિક વોટ પણ આપ્યો, પણ ત્યાં હાજર અન્ય લોકો તેમને મળેલી VIP ટ્રીટમેન્ટથી નારાજ જોવા મળ્યા. લોકોનું કહેવું હતું કે, અમે અડધા કલાકથી લાઈનમાં ઊભા છીએ, પણ એ લોકો આવ્યા અને મત આપીને જતા રહ્યાં. અહીંયા લોકો સવારે લગભગ 6.30 વાગ્યે જ લાઈનમાં ઊભા હતા. આ દરમિયાન લાઈનમાં ઊભેલા એક ડોક્ટરે કહ્યું કે, અમે લોકો ઘણા સમયથી લાઈનમાં ઊભા છીએ, પણ હવે શું થાય, આ જ VIP સિન્ડ્રોમ છે.
 • બેતિયા વિધાનસભાના બૂથ નંબર-61 પર ભાજપ પ્રદેશ અધ્યક્ષ સંજય જાયસવાલે મતદાન કર્યું.ઉપેન્દ્ર કુશવાહાએ મહનાર વિધાનસભા ખાતે આવેલા તેમના ગામ જાવજમાં પરિવાર સહિત મતદાન કર્યું.કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી શ્રી નિત્યાનંદ રાયે હાજીપુર અને JDUના પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ અને મંત્રી અશોક ચૌધરીએ પત્ની અને દીકરી સાથે પટનામાં મતદાન કર્યું.
 • તેજ પ્રતાપના સસરા અને પરસાથી JDU ઉમેદવાર ચંદ્રિકા રાયે કહ્યું કે, ચિરાગ પાસવાન તો દિલ્હીમાં રહે છે, તેમને અહીંયાની વાસ્તવિકતા વિશે ખબર નથી. તે બ્રાન્ડેડ કપડાં પહેરે છે, તેમનું 5 સ્ટાર કલ્ચર છે.

કયા જિલ્લામાં કેટલું મતદાન

જિલ્લામતદાન
પશ્વિમ ચંપારણ9.68
પૂર્વ ચંપારણ6.79
શિવહર9.05
સીતામઢી8.27
મધુબની6.99
દરભંગા5.79
મુઝફ્ફરપુર9.08
ગોપાલગંજ9.84
સિવાન6.76
સારણ7.04
વૈશાલી8.24
સમસ્તીપુર9.38
બેગસૂરાય7.66
ખગડિયા5.12
ભાગલપુર7.69
નાલંદા9.61
પટના9.52

બીજા તબક્કાની પાંચ મુખ્ય વાત

 1. સૌથી વધુ 27 ઉમેદવાર મહારાજગંજ અને સૌથી ઓછા 4 ઉમેદવાર દરૌલી બેઠક પર.
 2. સૌથી વધુ 52 બેઠક પર RJD, 44-44 પર ભાજપ અને LJP ચૂંટણી લડી રહ્યા છે. JDU 34 અને કોંગ્રેસ 22 બેઠક પર મેદાનમાં છે.
 3. 41 હજાર 362 પોલિંગ સ્ટેશન બનાવવામાં આવ્યાં છે. 60 હજાર 240 EVMનો ઉપયોગ થશે.
 4. મતદાતાને ધ્યાનમાં રાખતાં પીરપૈંતી સૌથી મોટી વિધાનસભા છે. અહીં 3.34 લાખ મતદાતા છે, જેમાં 1.78 લાખ પુરુષ, 1.56 લાખ મહિલા અને 12 ટ્રાન્સજેન્ડર છે.
 5. ચેરિયા બેરિયાપુર મતદાતાને ધ્યાનમાં રાખતાં નાની વિધાનસભા છે. અહીં 2.48 લાખ મતદાતા છે, જેમાં 1.30 લાખ પુરુષ,1.17 લાખ મહિલા અને 22 ટ્રાન્સજેન્ડર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here