અમદાવાદ શહેરના બગીચાઓ પર થતાં દબાણો રોકવામાં AMCની બેદરકારી, માધુબાગના બગીચામાં ટ્રાફિક પોલીસનું અતિક્રમણ

0
75
  • હાઈકોર્ટ સરકાર પાસેથી આ સંદર્ભે માહિતી મેળવીને રજુ કરવા સરકારી વકિલને આદેશ કર્યો

અમદાવાદ શહેરમાં બાગ બગીચાઓની હાલત દિવસે દિવસે વધુ ખરાબ થતી જાય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બગીચાઓની જાળવણી કરવામાં ઘોર બેદરકારી થઈ રહી છે. તો બીજી બાજુ શહેરમાં સારંગપુર સ્થિત માધુબાગ બગીચામાં તો ટ્રાફિક પોલીસ દ્વારા દબાણ કરાયેલું છે. ફેરિયાઓ પણ મોટું દબાણ કરીને બેઠા છે ત્યારે બગીચાઓની જાળવણી થાય તે માટે હાઈકોર્ટમાં જાહેર હિતની એક અરજી કરવામાં આવી છે. જેની સુનાવણી થયા બાદ હાઈકોર્ટે આ અરજીના સંદર્ભે સરકાર પાસેથી માહિતી મેળવીને રજુ કરવા સરકારી વકિલને આદેશ કર્યો છે. હવે આ કેસની વધુ સુનાવણી 24 નવેમ્બરે યોજાશે

બગીચાઓની જાળવણી કરવાની જવાબદારી AMCની છે
હાઈકોર્ટમાં અરજદારના વકિલે રજુઆત કરી હતી કે શહેરની સુંદરતા સમાન બગીચાઓની જાળવણી કરવાની જવાબદારી અમદાવાદ મ્યુનિસિપાલિટીની છે. પરંતુ કોર્પોરેશનની ઘોર બેદરકારીને કારણે શહેરના બાગ બગીચાઓની હાલત વધુ દયનીય થઈ રહી છે. અરજદારે અરજીમાં કહ્યું છે કે શહેરના સારંગપુર વિસ્તારના માધુબાગ બગીચામાં ફેરિયાઓ અને અસામાજિક તત્વો દ્વારા દબાણ કરવામાં આવ્યું છે. જ્યાં ટ્રાફિક પોલીસે બગીચાની દિવાલ તોડીને આ સ્થાન પર બે કન્ટેઈનર અને અટકાયતમાં લેવાયેલા વાહનોને પાર્ક કરે છે.

રસ્તાના નિર્માણ કાર્યમા વૃક્ષોનું નિકંદન નીકળે છે
હાલમાં શહેરમાં રસ્તા પહોળા કરવાની કામગીરી થતી રહે છે ત્યારે રસ્તો પહોળો કરતી વેળાએ આસપાસ રહેલા વૃક્ષોનું નિકંદન કાઢી નાંખવામાં આવે છે.આ સંજોગોમાં પર્યાવરણ અને લોકોના સ્વાસ્થ્યને અનુલક્ષીને શહેરમાં બગીચાઓની જાળવણી થાય તે જરૂરી બન્યું છે. જેથી બગીચાઓ પર થતાં અતિક્રમણને અટકાવી પર્યાવરણની જાળવણી થાય તે માટે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here