GTUમાં વિન્ટર સેમેસ્ટર પરીક્ષાઓ હવે ઓફલાઈન જ લેવા નિર્ણય લેવાયો, ટીચિંગ ઓનલાઈન લેવાશે

0
90
  • પરીક્ષાનો સમય અગાઉ અઢી કલાકનો હતો જે હવે ઘટાડીને બે કલાકનો કરી દેવાશે
  • રાજ્ય બહારના વિદ્યાર્થીઓ રૂબરૂ સેન્ટરો પર ન પહોચી શકે તો તેઓ માટે પછી ખાસ પરીક્ષા લેવાશે

GTUની આગામી વિન્ટર સેમેસ્ટર પરીક્ષાઓને લઈને સોમવારે તમામ ફેકલ્ટી ડીનની મીટિંગ યોજાઈ હતી. આ મીટીંગમાં આગામી તમામ સેમેસ્ટર પરીક્ષાઓ ઓનલાઈન નહીં લેવા અને અગાઉની જેમ રેગ્યુલર રીતે ઓફલાઈન લેખિત પરીક્ષાઓ જ લેવા સર્વાનુંમતે નિર્ણય કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત GTUમાં ટીચિંગ ઓનલાઈન છે પરંતુ પરીક્ષાઓ ઓનલાઈન લેવાની હોવાથી પરીક્ષા પદ્ધતિ તેમજ પેપર સ્ટાઈલમાં ફેરફારો કરવા પણ નિર્ણય લેવામાં આવ્યો હતો.

20 ટકા જેટલો ગુણભાર ઘટાડી દેવાશે
ડિપ્લોમા,યુજી અને પીજીના વિવિધ ટેકનિકલ કોર્સમાં હાલ જે વિદ્યાર્થીઓ સેમેસ્ટર 3,5 અને 7માં છે તેઓ માટે ડિસેમ્બર-જાન્યુઆરીમાં લેવાની થતી વિન્ટર પરીક્ષાઓ ઓફલાઈન ધોરણે જ લેવાનું નક્કી થયુ છે.જે મુજબ દરેક પરીક્ષામાં દરેક પેપરમાં ગુણભાર 20 ટકા ઘટાડી દેવાશે.ઉપરાંત પરીક્ષાનો સમય જે અગાઉ અઢી કલાકનો હતો તે ઘટાડી હવે બે કલાકનો કરી દેવાશે અને રોજના ત્રણ સેશનમાં પરીક્ષા લેવાશે.

એક્ઝામ મોડ ઓપ્શન નહી અપાય
આ ઉપરાંત હવે પછીની પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓને ઓફલાઈન કે ઓનલાઈન આપવી છે તેવો કોઈ પણ એક્ઝામ મોડ ઓપ્શન નહી અપાય. વિદ્યાર્થીએ ફરજીયાત ઓફલાઈન પરીક્ષા જ આપવી પડશે. જો પરીક્ષાના દિવસે કે થોડા દિવસ અગાઉ કોઈ વિદ્યાર્થી કોરોના પોઝિટિવ હોય અથવા તેના પરિવારમાં કોઈ પોઝિટિવ થયુ હોય તેવા વિદ્યાર્થીઓને પછીથી ખાસ પરીક્ષા આપવાની તક અપાશે. ઉપરાંત રાજ્ય બહારના તથા વિદેશના વિદ્યાર્થીઓ કે જેઓ રૂબરૂ સેન્ટરો પર ન પહોચી શકે તો તેઓ માટે પણ પછી ખાસ પરીક્ષા લેવાશે.

વિદ્યાર્થીઓ પરીક્ષા માટે સેન્ટરની પસંદગી કરી શકશે
આગામી પરીક્ષાઓ તમામ જિલ્લાના કેન્દ્રોમા લેવાશે.ઉપરાંત વિદ્યાર્થીઓને ટ્રાન્સપોર્ટેશનની ઓછી તકલીફ પડે તે રીતે નજીકમાં સેન્ટર અપાશે અને સેન્ટર પસંદ કરવાની મંજુરી પણ મળશે.જીટીયુ દ્વારા વિન્ટર સેમેસ્ટર પરીક્ષાઓ ડિસેમ્બરના પ્રથમ સપ્તાહથી શરૂ થશે અને ટાઈમ ટેબલ થોડા દિવસોમા જાહેર કરી દેવાશે.યુજી-પીજી ડિપ્લોમોમાં હાલ જુના વિદ્યાર્થીઓ માટે જુન-જુલાઈથી ઓનલાઈન ટીચિંગ ચાલી રહ્યુ છે ત્યારે વિદ્યાર્થીઓ ભણ્યા છે બધુ જ ઓનલાઈન પરંતુ પરીક્ષાઓ ઓફલાઈન જ આપવી પડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here