મહારાષ્ટ્ર સરકાર વિદ્યાર્થીઓને ફી પાછા આપવાની વિચારણા કરી રહી છે

0
66

મહારાષ્ટ્ર સરકાર મેડિકલ કોલેજોમાં મરાઠા અનામતનો લાભ મેળવનારા વિદ્યાર્થીઓની ફી પરત આપવાના વિકલ્પ પર વિચારણા કરી રહી છે. રાજ્યના તબીબી શિક્ષણ પ્રધાન અમિત દેશમુખે સોમવારે કહ્યું હતું કે તેમનો વિભાગ રાજ્ય પ્રધાનમંડળ સમક્ષ આ સંદર્ભમાં પ્રસ્તાવ મૂકશે.

નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં મરાઠા અનામતના અમલીકરણ પર પ્રતિબંધ
સુપ્રીમ કોર્ટે આ વર્ષે સપ્ટેમ્બરમાં નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં મરાઠા અનામતના અમલ પર પ્રતિબંધ મૂક્યો હતો અને આ મામલાને શીર્ષ બેંચને મોકલ્યો હતો. મહારાષ્ટ્ર સરકારે સર્વોચ્ચ અદાલતની સીર્ષ બેંચમાં અરજી કરી છે અને અનામતના અમલીકરણ પરનો પ્રતિબંધ હટાવવાની વિનંતી કરી છે.

વિદ્યાર્થીઓને કેવી રાહત આપી શકાય તે અંગે વિચારના થઇ રહી છે. 
દેશમુખે એક ટીવી ચેનલને જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર મરાઠા અનામત અંગે સુપ્રીમ કોર્ટના વચગાળાના સ્ટેથી વિદ્યાર્થીઓને કેવી રીતે રાહત આપી શકશે તે વિશે વિચારણા કરી રહી છે.


મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે ફી પરત કરવા અંગે અંતિમ નિર્ણય લેશે,
જ્યારે પૂછવામાં આવ્યું કેસરકાર તેમની ફી પરત આપશે ત્યારે મંત્રીએ કહ્યું હતું કે, આ એક વિકલ્પ હોઈ શકે છે અને આ મેડિકલ શિક્ષણ વિભાગ કેબિનેટ સમક્ષ પ્રસ્તાવ મુકશે. તેમણે કહ્યું કે, “મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે કેબિનેટમાં ચર્ચા કર્યા પછી આ અંગે અંતિમ નિર્ણય લેશે.”


સુપ્રીમ કોર્ટે ૨૦૧૮ના મહારાષ્ટ્રના કાયદા પર રોક લગાવી. 
દેશમુખે કહ્યું હતું કે, મરાઠા સમુદાયના વિદ્યાર્થીઓને તકલીફ ન પડે તે માટે મહા વિકાસ અઘાડી (એમવીએ) સરકાર કટિબદ્ધ છે. સુપ્રીમ કોર્ટે ૨૦૧૮માં મહારાષ્ટ્રના કાયદા ઉપર રોક લગાવી છે. જે કાયદો મરાઠાઓને શૈક્ષણિક સંસ્થાઓ અને નોકરીઓમાં અનામત આપે છે પરંતુ સ્પષ્ટતા કરતા કહ્યું છે કે જેમણે અનામતનો લાભ લીધો છે તેના હોદ્દામાં કોઈ અસર નહી થાય. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here