આતંક વિરુદ્ધ ફ્રાન્સનું મોટું એક્શન : માલીમાં એરસ્ટ્રાઈક કરીને ૫૦ આતંકીઓને કર્યા ઢેર

0
119

અલકાયદામાં આતંકીયો પર ફ્રાન્સે મોટો એટેક કરીને બરાબરનો જવાબ આપ્યો છે. ફ્રાન્સ દ્વારા કરાયેલ એરસ્ટ્રાઈકમાં અનેક આતંકીઓ માર્યા ગયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ફ્રાન્સના દ્વારા કરાયેલ આ કાર્યવાહીમાં અલકાયદાનાં લગભગ ૫૦ જેટલા આતંકીઓને મારવામાં આવ્યા છે. ફ્રાન્સે આ હું સોમવારે કર્યો હતો જેમાં મિરાજ ફાઈટર અને ડ્રોન્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

ફ્રાન્સના ડીફેન્સ મીનીસ્ટર ફ્લોરેન્સ પાર્લેએ જણાવ્યું હતું કે આ હુમલામાં આતંકવાદીઓની લગભગ ૩૦ બાઈક નષ્ટ થઈ છે. ફ્રાન્સ એરફોર્સે જે વિસ્તારમાં હુમલો કર્યો હતો એ ઇસ્લામિક આતંકીયોનાં કબજામાં હોવાનું જાણવા મળેલ છે. આ દરમિયાન  મોટી સંખ્યામાં હથિયારો પ્રાપ્ત થવાનું પોર્લે જણાવ્યું હતું.

હુમલો કરવા પહેલા ડ્રોનનાં માધ્યમથી આખા વિસ્તાર અને પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવ્યો હતો. આતંકવાદીઓ મોટી સંખ્યામાં બાઈક ઉપર સવાર હતાં. ડ્રોનથી બચવા માટે આતંકીઓએ મોટા મોટા ઝાડવાનો સહારો લીધો હતો. જો કે બરાબર માહિતી મળ્યા બાદ ફ્રાન્સે તેના બે મિરાજ ફાઈટર મોકલ્યા અને દુનિયાને પોતાની ગોળીનું નિશાન બનાવતા આતંકવાદીઓને ફૂંકી માર્યા.

આ બાબતે સ્થાનિક મીડિયાને સેનાના પ્રવક્તાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે ચાર આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. અલાકાદા આતંકવાદીઓનું આ મોટું ગ્રુપ મોટા પાયે હુમલો કરવાની તૈયારી કરી રહ્યું હતું અને તેમની પાસે ભારે માત્રામાં વિસ્ફોટક ઘટકો અને કહથિયારો મળી આવ્યા છે. હવે આગળની કાર્યવાહી ચાલી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here