ભારતમાં કોરોનાના કારણે જીવ ગુમાવનારા 43% દર્દીઓની ઉંમર 30થી 59

0
357

સુષ્મી ડે, નવી દિલ્હીઃ 45 વર્ષ કરતા વધુ ઉંમરવાળા માટે કોરોના વાયરસ વધારે ઘાતક સાબિત થઈ રહ્યો છે ત્યારે ભારતમાં 30-44 અને 45-59 ઉંમરના લોકોના વાયરસના કારણે થતા મૃત્યુની ટકાવારી 43% છે.

ભારતમાં 45 વર્ષ કરતા ઉપરની ઉંમરના લોકોની ટકાવારી 25 ટકા છે અને તેમને કોરોનાનો સૌથી વધારે ખતરો છે, અત્યાર સુધીમાં ભારતમાં થયેલા મૃત્યુમાંથી આ 45 વર્ષ કરતા મોટી ઉંમરના લોકોની ટકાવારી 85% રહી છે. ઉંમર પ્રમાણે જોઈએ તો 45-75 વર્ષના મૃતકોની ટકાવારી 71% છે. પરંતુ 30-44 વર્ષની ઉંમરના અને 45-59 ઉંમર વચ્ચેના લોકોની ટકાવારી 37% છે અને કોરોનાથી થયેલા મોતમાં આ ઉંમરવાળાની ટકાવારી 43% છે.

21 મેથી અત્યાર સુધીમાં કોરોના વાયરસના કારણે થયેલા મોતના આંકડામાં ઉંમર પ્રમાણે ખાસ ફરક નથી જોવા મળ્યો, આ આંકડો સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવ્યો છે. જોકે, કોરોનાના કારણે થનારા મૃત્યુની સંખ્યામાં વધારો થયો છે.

જૂનાગઢઃ વરસાદી માહોલ વચ્ચે જંગલનો રાજા ‘સિંહ’ લટાર મારવા નીકળ્યો

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા અપાતી રોજની અપડેટ પ્રમાણે કુલ કેસનો આંકડો 7.67 લાખ થયો છે, જ્યારે 4.76 લાખ લોકો સ્વસ્થ્ય થઈ ગયા છે અને 2.69 લાખ કોરોનાના એક્ટિવ કેસ છે. કોરોના વાયરસના એક્ટિવ કેસ અને સાજા થયેલા દર્દીઓની સંખ્યા વચ્ચે 2 લાખ જેટલો ફરક છે, જ્યારે 21,129 લોકોના મોત થઈ ગયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here