પાકિસ્તાનના પૂર્વ બોલરનો દાવો, ઈમરાન ખાનને જોયા છે કોકેઈન લેતા

0
84

પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર સરફરાઝ નવાઝએ વડાપ્રધાન અને પૂર્વ ક્રિકેટર ઈમરાન ખાન પર મોટો આક્ષેપ કર્યો છે. સરફરાઝે દાવો કર્યો છે કે ઈમરાન કોકેઈન લેતા હતા. આ વાત તેણે એક વીડિયો ચેટમાં કહી હતી જે વાયરલ થયો છે. સરફરાઝ 1970 અને 80ના દાયકમાં પાકિસ્તાની ટીમના સ્ટાર બોલર હતા. તેઓ ઈમરાન સાથે રમતો હતો. સરફરાઝે એવું પણ કહ્યું છે કે જો આ વાતને ખોટી સમજવામાં આવતી હોય તો ઈમરાન તેને કોર્ટમાં પણ લઈ જઈ શકે છે. જણાવી દઈએ કે આ પહેલા પણ પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરો પર ડ્રગ્સ લીધાના આક્ષેપ કરવામાં આવ્યા છે. 

સરફરાઝે આ વીડિયોમાં 1987ના એક મેચનો ઉલ્લેખ કર્યો છે. આ મેચ ઈંગ્લેડ અને પાકિસ્તાન વચ્ચે હતો. સરફરાઝના જણાવ્યાનુસાર આ મેચમાં ઈમરાને સારું પ્રદર્શન કર્યું ન હતું. તેણે કહ્યું હતું કે ઈસ્લામાબાદમાં ઈમરાન તેના ઘરે આવ્યા હતા અને જમતી વખતે તેણે ડ્રગ્સ લીધું હતું. ઈમરાને તેના ઘરે 10-20 રૂપિયાની નોટમાં કોકેઈન ભરી અને લીધું હતું. આ સિવાય તે ભાંગને સુકાવી અને તેની ચરસ બનાવીને પણ ઉપયોગ કરતાં હતા. સરફરાઝે કહ્યું હતું કે માત્ર ઈમરાન જ નહીં મોહસિન ખાન, અબ્દુલ કાદિર અને સલીમ મલિકે પણ ચરસ પીધું હતું. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here