જંગવડ વાડીમાં સુતેલા બાળક ઉપર ટ્રેકટર ફરી વળતા મોતઃ પિતા જ ટ્રેકટર હાંકતા હતાં

0
128

આટકોટના જંગવડ ગામનો બનાવઃ આદિવાસી પરિવારમાં અરેરાટી

આટકોટના જંગવડ ગામે વાડીમાં સુતેલા ત્રણ વર્ષના બાળક ઉપર અકસ્માતે ટ્રેકટર ફરી વળતા મોત નિપજયું હતું. બનાવની કરૂણતા એ છે કે પિતા જ ટ્રેકટર હહાંકતા હતા અને પુત્રનો અકસ્માતે ભોગ લેવાયો હતો.

મળતી વિગતો મુજબ આટકોટના જંગવડ ગામે સુભાષભાઇ નરસીભાઇ રામાણીની વાડીએ રહેતા અને મજુરી કામ કરતા પરેશભાઇ ડામોર વાડીમાં ટ્રેકટર હાંકતા હતા ત્યારે વાડીના પડામાં સુતેલા તેના પુત્ર વિશ્વજીત (ઉ.વ.૩) ઉપર અકસ્માતે ટ્રેકટર ફરી વળતા વિશ્વજીતને ગંભીર ઇજા થતા પ્રથમ જસદણ બાદ વધુ સારવાર અર્થે રાજકોટ સીવીલ હોસ્પીટલમાં ખસેડાયો હતો. જયાં તેનું સારવાર દરમિયાન મોત નિપજયું હતું. આટકોટ પોલીસે ટ્રેકટર ચાલાક પિતા પરેશ સામે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

ટ્રેકટર ચાલાક પરેશભાઇ ડામોરને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. અકસ્માતમાં પુત્રનું મોત નીજપતા આદિવાસી પરીવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

અહેવાલ- કરશન બામટા, આટકોટ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here