‘એઇમ્સ’ને વધારાની કનેક્ટિવિટી આપવા મોરબી બાયપાસથી જામનગર રોડને ફોર લેન કરાશે

0
81

ઘંટેશ્ર્વરથી એઇમ્સ સુધીનો રોડ સિક્સ લેન બનાવશે:બંન્ને કામ માટે ટેન્ડર પ્રસિદ્ધ કરતું રૂડા

રાજ્ય સરકાર દ્વારા રાજકોટ ખાતે એઇમ્સ હોસ્પિટલ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેના અનુસંધાને રૂડા દ્વારા  એઇમ્સ હોસ્પિટલને રીંગરોડ-૨ (ઘંટેશ્વર)થી જોડતા ૯૦ મીટર પહોળાઇના ડી.પી રોડનો ડેવલપમેન્ટ પ્લાન-૨૦૩૧માં સમાવેશ કરેલ છે. ઘંટેશ્વરથી એઇમ્સ હોસ્પિટલને જોડતા રોડમાં જામનગર-રાજકોટ બ્રોડગેજ લાઇન પર રેલ્વે ઓવર બ્રીજ બનાવવામાં આવનર છે જે કામગીરીમાં અંદાજે બે વર્ષ જેટલો સમય લાગી શકે તેમ હોઈ, હાલ “રૂડા” દ્વારા જામનગર રોડને સમાંતર મોરબી બાયપાસથી એઇમ્સ હોસ્પિટલને મોરબી રોડથી વધારાની કનેક્ટિવિટી આપવા માટે મોરબી બાયપાસથી જામનગર રોડને સમાંતર રાજકોટ મહાનગરપાલિકા તથા સતામંડળની હદમાથી પસાર થતા ૩૦મીના ડી.પી રસ્તામાં ફોર  લેનની કામગીરી હાથ ધરવામાં આવી છે.

સતામંડળની હદમાં આવતા ૩૦મીટરના ડી.પી રસ્તાના અંદાજો બનાવી, વહીવટી મંજુરી મેળવી ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.

જે ફાઇનલ થયાં બાદ અંદાજીત એક વર્ષની સમયમર્યાદામાં પુર્ણ કરવાનું કરવાનું આયોજન છે, તેમ “રૂડા”ના ચેરમેન ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.

જ્યારે મહાપાલિકાની હદમાં આવેલ રસ્તાની કામગીરી કોર્પોરેશન દ્વ્રારા હાથ ધરવામાં આવી છે. તથા એઇમ્સ હોસ્પિટલ પાસે ઘંટેશ્વર પાસે આર.ઓ. બી. સિવાયના “રૂડા” લિમિટના રોડથી એઇમ્સ હોસ્પિટલ સુધી ૯૦ મીટર ડી.પી રસ્તામાં ૬-લેન રોડના અંદાજો બનાવી, વહિવટી મંજુરી મેળવી ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવ્યા છે.

જે ફાઇનલ થયે અંદાજીત ૧ વર્ષની સમયમર્યાદામાં પુર્ણ કરવાનુ આયોજન છે.

આ કામગીરી પૂર્ણ થતાં એઇમ્સ હોસ્પિટલના ચાલતા કામો તથા ભવિષ્યમાં એઇમ્સ હોસ્પિટલને જોડતી વધારાની કનેક્ટિવિટી મળી રહેશે. તેમજ જામનગર રોડના વધુ પડતા ટ્રાફિકનુ ભારણ ઘટાડી શકાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here