મોરબીમાં પ્રભુતામાં પગલા પાડતા પહેલા દુલ્હનના શણગારમાં યુવતીએ અને પત્નીની અંતિમવિધી પૂર્ણ કરી પતિએ મતદાન કર્યું, માળિયામાં ક્ષત્રિય સમાજની મહિલાઓએ ઓજલમાં રહી મત આપ્યો

0
225

મોરબીમાં પેટાચૂંટણીને લઈને વહેલી સવારે 7 વાગ્યાથી જ મતદાન શરૂ થઈ ગયું છે. ત્યારે મોરબીમાં પત્નીની અંતિમવિધી પૂર્ણ કરી પતિ મતદાન આપવા માટે મતદાન મથક પર પહોંચ્યાં હતા અને પોતાના મત આપ્યો હતો. બીજી તરફ પ્રભુતામાં પગલાં પાડતા પહેલા યુવતીએ દુલ્હનના શણગારમાં મતદાન કર્યું હતું.

મોરબીમાં પ્રભુતામાં પગલાં પાડ્યા પહેલા યુવતીએ દુલ્હનના શણગાર સજી મતદાન કર્યુ
મોરબી વિધાનસભાની પેટાચૂંટણીમાં આજે વૃદ્ધો, દિવ્યાંગો સહિતે ઉત્સાહભેર મતદાન કર્યુ હતું. મોરબીમાં રહેતા રમેશભાઈ સીદાભાઈ મકવાણાની પુત્રી જાગૃતિના લગ્ન યોજાયા છે. ત્યારે પ્રભુતામાં પગલા પાડતા પહેલા સોળે શણગાર સજી દુલ્હન બની મતદાન મથકે પહોંચી મતદાન કર્યુ હતું.

પત્નીના અવસાન બાદ પતિએ પુત્ર અને પરિવાર સાથે મતદાન કર્યું
બગસરા ગામના વતની ચંદુભાઈ ભગાભાઈ અખિયાણીના પત્નીનું અકસ્માતમાં મોત થતાં આજે તેમના પત્નીની અંતિમવિધિ કરવામાં આવી હતી. જે બાદ ચંદુભાઈ અખિયાણીયા તેમનો કિંમત મત આપવા માટે મતદાન મથક પર પહોંચ્યા હતા અને પોતાના કિંમતી મત આપી ફરજ અદા કરી હતી. ચંદુભાઈની સાથે સાથે તેમના પુત્રએ અને પરિવારના અન્ય સભ્યોએ પણ મતદાન કર્યું હતું અને લોકને મતદાન કરવા અપીલ કરી હતી.

ઓજલમાં જ રહીને મહિલાઓએ મતદાન કર્યું

ઓજલમાં જ રહીને મહિલાઓએ મતદાન કર્યું

માળિયામાં ક્ષત્રિય સમાજની મહિલાઓએ ઓજલમાં રહી મતદાન કર્યું
મોરબીના માળિયામાં ક્ષત્રિય સમાજની મહિલાઓએ તો ઓજલમાં રહીને મતદાન કરવા આવી હતી . મહિલાઓએ ઓજલમાં જ રહીને મતદાન મથક પર મતદાન કર્યું હતું. ક્ષત્રિય સમાજમાં મહિલાઓ બહાર નીકળે ત્યારે આ એક પંરપરા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here