BSFના ડીજી રાકેશ અસ્થાનાએ કચ્છ સરહદની મુલાકાત લીધી, જવાનો સાથે ચર્ચા કરી પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો

0
91
  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ કચ્છની મુલાકાત લે તેવી શક્યતાઓ

BSFના ડીજી રાકેશ અસ્થાનાએ ગુજરાતમાં કચ્છ સરદહની મુલાકાત લીધી હતી. તેમણે સરહદ પર તૈનાત જવાનો સાથે ચર્ચાઓ કરીને સીમા પર શું પરિસ્થિતિ છે તેનો ચિતાર મેળવ્યો હતો.

અમિત શાહ પણ કચ્છની મુલાકાત લે તેવી શક્યતાઓ
BSFના ડીજી રાકેશ અસ્થાના બાદ ગૃહમંત્રી અમિત શાહ પણ કચ્છ સરહદની મુલાકાત લે તેવી શક્યતા છે. BSFના ડીજી રાકેશ અસ્થાનાએ આજે કચ્છની મુલાકાત લઈને કચ્છના સંવેદનશીલ વિસ્તારની માહિતી મેળવી હતી. તેમણે રાજ્યની આ સીમા પર સલામતિ વ્યવસ્થાની પણ ઝીણવટભરી સમીક્ષા કરી હતી.તેમણે કચ્છના હરામીનાળા અને ક્રિક વિસ્તારની મુલાકાત લઇ આ વિસ્તારની સલામતિ અંગે પણ સમીક્ષા કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here