અમદાવાદ: ક્રાઈમ બ્રાન્ચના નામે કપલે ઘરમાં ઘૂસીને રૂ. 2.15 લાખ પડાવ્યા

0
426

અમદાવાદ: ક્રાઈમ બ્રાન્ચના નામે કપલે રૂ.2 લાખ પડાવ્યા હોવાની આનંદનગર પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. આનંદનગરમાં વ્રજ એપાર્ટમેન્ટમાં રહેતા 40 વર્ષીય હેતલબેન ભટ્ટે ફરિયાદમાં જણાવ્યું કે, ક્રાઈમ બ્રાન્ચના નામે એક કપલે મારા અને મારા પતિ પાસેથી રૂ.2 લાખ પડાવ્યા હતા. તેમજ ધાકધમકી પણ આપી હતી. હેતલબેન જણાવ્યું કે, તે ઘર બેઠા લેડિઝ કપડા અને કોસ્મેટિકનો વ્યવસાય કરે છે. 6 જુલાઈ સોમવારના રોજ એક કપલ કોસ્મેટિકની ખરીદીની બહાને તેમના ઘરે આવ્યા હતા. ફરિયાદ મુજબ હેતલબેને તેમને અમુક પ્રોડક્ટ્સ બતાવ્યા હતા, જે કપલને ગમ્યા નહોતા.

થોડા સમય પછી, તેઓએ હેતલબેનને કહ્યું કે અમે સિટી ક્રાઈમ બ્રાંચના છીએ, અમને ઈનપુટ મળ્યું છે કે, તમારા ઘરમાં ગેરકાયદેસર કામ થઈ રહ્યું છે. ત્યારબાદ કપલમાંથી પુરુષે કોઈને ફોન કરીને ‘સાહેબ બાતમી સાચી છે’ તેવું કહેતા હેતલબેન ગભરાઈ ગયા હતા. જોકે બાદમાં કપલે ક્રાઈમ બ્રાન્ચ લઈ જવાનો ડર બતાવીને હેતલબેન પાસે સેટલમેન્ટ માટેના રૂ.6 લાખ માગ્યા હતા.

કપલ ત્યાંથી રવાના થયા બાદ હેતલબેને તેમના પતિને ફોન કરીને સમગ્ર ઘટના અંગે જાણ કરી હતી. ત્યારબાદ સાંજે ફરીથી કપલે ફોન કરીને પૈસાની માંગ કરી હતી. જેથી હેતલબેન અને તેમના પતિએ ક્રાઈમ બ્રાન્ચના નામે આવેલા કપલને રૂ,1 લાખ રોકડ અને 1.15 લાખનું સોનુ આપી દીધું હતું. જોકે બીજા દિવસે કપલે ફરીથી ક્રાઈમ બ્રાન્ચના નામે ફોન કરીને પૈસાની માંગણી કરતા હેતલબેને પોલીસ ફરિયાદ કરવાનો નિર્ણય કર્યો હતો અને અજાણ્યા મહિલા અને પુરુષ સામે એક્સટોર્સનની ફરિયાદ નોંધાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here