લાઇફ ઇન્શ્યોરન્સ MWP એક્ટ સાથે લેવો જોઇએ, તેનાથી તમારા પરિવારને જ ક્લેમના પૂરાં પૈસા મળશે

0
526
  • MWP એક્ટ હેઠળ લેવામાં આવેલી ટર્મ પોલિસીને ટ્રસ્ટ માનવામાં આવે છે. વીમા કવરની રકમ પર માત્ર ટ્રસ્ટીઓનો જ અધિકાર હોય છે
  • કોઈ વિવાહિત સ્ત્રી પણ આ પ્રકારની વીમા પોલિસી ખરીદી શકે છે, જેમાં લાભાર્થી તેના બાળકો હોઈ શકે છે

કોરોના રોગચાળા દરમિયાન હેલ્થ અને લાઇફ ઇન્શ્યોરન્સ લેનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે. આવી સ્થિતિમાં, જો તમે ટર્મ ઇન્શ્યોરન્સ (લાઇફ ઇન્શ્યોરન્સ) લેવાની યોજના બનાવી રહ્યા હો તો તેને MWP એક્ટ સાથે લેવો જોઈએ. તેનાથી તમારા ઇન્શ્યોરન્સ કવરના પૈસા તમારા પરિવારને જ મળે છે. આ પૈસા પર બીજા કોઈનો અધિકાર નથી હોતો. આજે અહીં તમને MWP એક્ટ વિશે જણાવવામાં આવ્યું છે.

MWP એક્ટ શું છે?
આ એક્ટનો સેક્શન C તેનું મહત્ત્વ જણાવે છે: એક વિમા પોલિસી, જે પરિણીત પુરુષે તેના જીવન પર લીધી છે, તેનો લાભ તેની પત્ની અને સંતાનો અથવા તેમાંથી કોઈપણ એકને મળશે તેની ખાતરી હોવી આવશ્યક છે. આ સિવાય, પતિના કોઈપણ લેણદારનો તેના પર કોઈ અધિકાર રહેશે નહીં. એટલે કે, આ એક્ટ હેઠળ, પતિના વીમાના ટ્રસ્ટી તેની પત્ની અને બાળકો જ હોય છે.

આ પ્રકારની પોલિસી કોણ ખરીદી શકે?
ફક્ત પરિણીત વ્યક્તિ જ આ વીમા પોલિસી ખરીદી શકે છે. વીમા પોલિસીના લાભાર્થી તેની પત્ની અને/અથવા તેમના બાળકો હોવા જોઈએ. જો સ્ત્રી છૂટાછેડા લીધેલ હોય કે વિધવા હોય તો પણ તે AWP એન્ડેડમ સાથે વીમા પોલિસી ખરીદી શકે છે. વિવાહિત સ્ત્રી પણ આ વીમા પોલિસી પણ ખરીદી શકે છે, જેમાં લાભાર્થીને તેના બાળકો હોઈ શકે છે.

આ માટે કેટલા ટ્રસ્ટીઓ બનાવવાના હોય છે?
આમાં ફક્ત એક ટ્રસ્ટીની નિમણૂક કરી શકાય છે. આ કિસ્સામાં ટ્રસ્ટીને વીમા પોલિસીની રકમ ટ્રસ્ટીને મળી જશે, જેનો ઉપયોગ તે લાભાર્થીના ફાયદા માટે કરી શકે છે.

MWP એક્ટ હેઠળ ટર્મ ઇન્શ્યોરન્સ કેવી રીતે લેવો?
કોઈપણ વ્યક્તિ ગમે તે કંપનીનો ટર્મ ઇન્શ્યોરન્સ લઈ શકે છે. આ સાથે જ MWP એક્ટ હેઠળ ઓનલાઇન ઇન્શ્યોરન્સ પ્લાનિંગ પણ થઈ શકે છે. આ બહુ સિમ્પલ છે. જ્યારે પતિ અથવા તમારા પરિવારમાં કોઈપણ પ્લાન ખરીદના માટે ફોર્મ ભરો તો તેમાં આ પ્રશ્ન ચોક્કસ જુઓ: હું મેરિડ વુમન્સ પ્રોપર્ટી એક્ટ (1874) હેઠળ આ પોલિસી ખરીદવા માગું છું.
આ પ્રશ્નના જવાબમાં હા સિલેક્ટ કરો. ત્યારબાદ બેનિફિશિયરી અથવા ટ્રસ્ટીની માહિતી આપવાની રહેશે. જેમ કે, નામ, સંબંધ, જન્મ તારીખ, લાભના ભાગની ટકાવારી વગેરે. પતિ તેમાં પત્ની અને બાળકોનું નામ આપી શકે છે. એકસાથે અનેક લાભાર્થીઓ ઉમેરી શકાય છે.

MWP એક્ટ આ માણસો માટે જરૂરી

  • એવા બિઝનેસમેન અને સેલરી મેળવનારા લોકો જેની ઉપર લોન અથવા અન્ય જવાબદારીઓ છે.
  • એવા લોકો જેઓ તેમની પત્નીઓ અને બાળકોને લેણદારો/સંબંધીઓથી સુરક્ષિત કરવા માગતા હોય. આવા લોકોના ઇરાદા કપટી હોઈ શકે છે.
  • ટર્મ લાઇફ ઇન્શ્યોરન્સથી મળતી રકમ મોટી હોઈ શકે છે, જે પતિ મૃત્યુ પામે ત્યારે પરિવારનું ભવિષ્ય બચાવી શકે છે. તેથી, MWP અધિનિયમ હેઠળ, ટર્મ લાઇફ ઇન્શ્યોરન્સ લેવો એ દરેક માટે સારો નિર્ણય સાબિત થઈ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here