PPF પર પણ લોન લઈ શકાય છે, તેના પર ઓછા વ્યાજે અને સરળતાથી લોન મળે છે

0
277
  • તમે ડિપોઝિટ પર મહત્તમ 25% લોન લઈ શકો છો
  • તમે 36 મહિના માટે લોન લઈ શકો છો

જો તમે મંથલી ઈન્વેસ્ટમેન્ટ કરવા માટે એક મોટું ફંડ એકત્રિત કરવા માગો છો તો પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) સ્કીમ તેના માટે એકદમ યોગ્ય રહેશે. આ સ્કીમ અંતર્ગત અત્યારે 7.1% વાર્ષિક વ્યાજ આપવામાં આવી રહ્યું છે જે બેંક ફિક્સ્ડ ડિપોઝિટ કરતા વધારે છે. તે ઉપરાંત આ સ્કીમમાં રોકાણ કરનારાઓને PPF પર સસ્તુ વ્યાજ મળે છે. જાણો તેના વિશે સંપૂર્ણ માહિતી…

તેના પર સસ્તી લોન મળે છે
તમે PPF ખાતાંમાં ડિપોઝિટ સામે લોન પણ લઈ શકો છો. તમે PPF અકાઉન્ટ ખોલાવ્યું હોય તે નાણાંકીય વર્ષના અંત પછી એક નાણાકીય વર્ષ પછીથી લઇને પાંચમું નાણાકીય વર્ષ પૂરું થાય ત્યાં સુધી તમે PPFમાંથી લોન લેવા માટે હકદાર છો. જો તમે જાન્યુઆરી 2017માં PPF ખાતું ખોલાવ્યું હોય તો તમે 1 એપ્રિલ 2018થી 31 માર્ચ 2022 સુધી લોન લઈ શકો છો. તમે ડિપોઝિટની રકમ પર મહત્તમ 25% સુધીની લોન લઈ શકો છો.​​​​​​​

કેટલું વ્યાજ આપવું પડે છે?
PPF પર લોન લીધા પહેલા લોનની મૂળ રકમ ચૂકવવાની હોય છે, ત્યારબાદ વ્યાજ. મૂળધનને બે અથના તેનાથી વધારે ઈન્સ્ટોલમેન્ટ અથવા મંથલી ઈન્સ્ટોલમેન્ટમાં ચૂકવી શકાય છે. લોનના મૂળધન રકમ અકાઉન્ટ ધારક દ્વારા જે મહિનામાં લોન લેવામાં આવી હોય છે, તેના પ્રથમ દિવસથી લઈને 36 મહિનાના અંત સુધીમાં ચૂકવવાની રહેશે. લોન માટે અસરકારક વ્યાજ દર PPF પર મળતા વ્યાજ કરતા માત્ર 1% વધારે રહે છે. વ્યાજને બે મંથલી ઈન્સ્ટોલમેન્ટ અથવા એક સામટી ચૂકવણી કરી શકાય છે. જો તમે નિયત સમયની અંદર મૂળધન ચૂકવો છો પરંતુ વ્યાજનો અમુક હિસ્સો બાકી છે તો તે તમારા PPF અકાઉન્ટમાંથી કાપવામાં આવે છે.

સમયસર લોનનું રિપેમેન્ટ ન કર્યું તો?
જો તમે નિર્ધારિત સમય મર્યાદામાં લોનની રકમની ચૂકવણી કરી દીધી પરંતુ નિર્ધારિત સમય મર્યાદામાં તેના પર વ્યાજ ન ચૂકવ્યું તો વ્યાજની રકમ તમારા PPF ખાતામાંથી કાપવામાં આવશે. તેમજ, જો તમે 36 મહિનાની અંદર લોનની રકમ (સંપૂર્ણ અથવા અંશત)) ન ચુકવો તો લોનની બાકી રકમ પરના વ્યાજનો દર મળતા વ્યાજ કરતાં 6% વધુ હશે. જો અકાઉન્ટ ધારકનું મોત થઈ જાય છે તો તેનો નોમિની અથવા કાયદેસરના વારસદાર તેની લોન વ્યાજ ચૂકવશે. PPF પર વ્યાજ દર ત્રિમાસિક ધોરણે અલગ અલગ હોય છે, પરંતુ લોન લેતી વખતે જેટલા વ્યાજ દર હશે એટલા જ રહેશે.

કોણ PPF અકાઉન્ટ ખોલાવી શકે છે?
કોઈપણ વ્યક્તિ કોઈ પોસ્ટ ઓફિસ અથવા બેંકમાં પોતાના નામ પર આ અકાઉન્ટ ખોલાવી શકે છે. તે ઉપરાંત સગીર તરફથી કોઈ બીજી બીજી વ્યક્તિ દ્વારા અકાઉન્ટ ખોલાવી શકાય છે. ​​​​​​​

PPF અકાઉન્ટ ક્યાં ખોલી શકાય છે?
એક PPF અકાઉન્ટ પોસ્ટ ઓફિસ અથવા બેંકમાં પોતાના નામે અથવા સગીર તરફથી કોઈ અન્ય વ્યક્તિ ખોલાવી શકે છે. જો કે, નિયમો મુજબ, હિન્દુ અવિભાજિત કુટુંબ (HUF)ના નામે PPF ખાતું ખોલાવી શકાતું નથી.​​​​​​​

​​​​​​​અકાઉન્ટ કેટલા રૂપિયામાં ખોલાવી શકાય છે?
PPF ખાતું ખોલવા માટે ઓછામાં ઓછી રકમ 500 રૂપિયા છે. નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા 500 રૂપિયા જમા કરવાના રહેશે, જ્યારે મહત્તમ રોકાણની મર્યાદા દર વર્ષે 1.5 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here