પૌરાણિક ગોંડલ સ્ટેટના શ્રી કાળભૈરવ દાદાના મંદિરે કાળી ચૌદશના રોજ પ્રસાદનો કાર્યક્રમ મોકૂફ રખાયો, માત્ર દર્શન થઇ શકશે

0
75

ગોંડલ શહેર થી ઘોઘાવદર જતા રોડ પર પૌરાણિક શ્રી કાળભૈરવ દાદાના મંદિરે પ્રતિવર્ષ કાળી ચૌદશના રોજ દર્શન તેમજ પ્રસાદનો કાર્યક્રમ ધામધૂમપૂર્વક રાખવામાં આવતો હોય વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇ આ વર્ષે કાળી ચૌદસ તારીખ 13 શુક્રવાર ના રોજ પ્રસાદનો કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે જ્યારે સવારના સાતથી બપોરના ત્રણ દરમિયાન માત્ર દર્શન નું આયોજન કરાયું છે દરેક દર્શનાર્થીએ સરકારની ગાઈડલાઈન્સ મુજબ સોશિયલ ડિસ્ટનસ જણાવવાનું રહેશે તેમજ મોઢે માસ્ક પહેરવું ફરજીયાત રહેશે તો આ યાદીને ધ્યાને લેવા મંદિરના મહંત પુજારી રમણીકગીરી વિલમગીરી ગોસાઈ (ગુરુ ટાયર વાળા ) ની યાદીમાં જણાવાયુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here