ગુજરાત યુનિવર્સિટીની 800થી વધુ સીટ માટે આજે Ph.Dની એન્ટ્રન્સ

0
95

બુધવારે ગુજરાત યુનિવર્સિટીની પીએચડી એન્ટ્રન્સ ટેસ્ટ યુનિવર્સિટી કેમ્પસમાં આવેલા વિવિધ અનુસ્નાતક ભવનોમાં યોજવામાં આવશે. બપોરે 12થી 2 દરમિયાન આયોજિત આ ટેસ્ટ આશરે 3000થી વધુ વિદ્યાર્થીઓ આપશે. આ પીએચડી એન્ટ્રન્સ ટેસ્ટનું રિઝલ્ટ પાંચમી નવેમ્બરે જાહેર કરાશે.

સાયન્સ, કોમર્સ, આર્ટસ, લો, એજ્યુકેશન, મેડિકલ સહિતની વિવિધ વિદ્યાશાખાના 82 જેટલા વિષયોની 800થી વધુ બેઠકો માટે યોજાનારી આ એન્ટ્રન્સ ટેસ્ટમાં 50 માર્કસનું જે-તે વિષયનું પ્રશ્નપત્ર તેમજ 50 માર્કસનું જનરલ સ્ટડીસને લગતું પ્રશ્નપત્ર પૂછવામાં આવશે. પ્રત્યેક પ્રશ્નપત્રમાં કુલ 50 માર્કસના કુલ 50 પ્રશ્નો પૂછાશે.જેમાં પાંચ જેટલા અપાયેલા વિકલ્પોમાંથી એક વિકલ્પની પસંદગી કરીને જવાબ આપવાનો રહેશે.

પીએચડી માટે અરજી કરનારા 4200થી વધુ વિદ્યાર્થીઓમાંથી નેટ સ્લેટ પાસ કરી હોય તેવાં 612 વિદ્યાર્થીઓ હોવાથી તેમને પીએચડી એન્ટ્ન્સ ટેસ્ટમાંથી છૂટછાટ આપવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here