રાજકોટમાં 24 કલાકમાં 2ના મોત, કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 8694 પર પહોંચી, 396 દર્દી સારવાર હેઠળ, શહેરમાં 2164 બેડ ખાલી

0
76
  • રાજકોટમાં મંગળવારે 61 દર્દીને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો

રાજકોટમાં 24 કલાકમાં 2ના મોત થયા છે. જ્યારે કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 8694 પર પહોંચી છે. જ્યારે રાજકોટની અલગ અલગ હોસ્પિટલમાં 396 દર્દી સારવાર હેઠળ છે. રાજકોટમાં મંગળવારે 61 દર્દી કોરોના મુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. મહત્વનું છે કે રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા ધીમે ધીમે ઘટી રહી છે.

ગ્રામ્યના પોઝિટિવ કેસ જાહેર કરવાનું બંધ કરતું જિલ્લા આરોગ્ય વિભાગ
રાજકોટ જિલ્લાના ગ્રામ્ય તેમજ નગરપાલિકા વિસ્તારોમાં દરરોજ નવા કેસ તેમજ એક્ટિવ કેસ સહિતની વિગતો જાહેર કરવામાં આવે છે પણ મંગળવારે આ આંક જાહેર કરવાનું બંધ કરી દેવાયું છે.

રાજકોટમાં 2164 બેડ ખાલી છે
રાજકોટમાં કોરોનાની સ્થિતિ વિશે એક જ દિવસમાં અલગ અલગ 4 રિપોર્ટ મુકવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દિવસમાં બે વખત કેસની વિગત મૂકવામાં આવે છે, જિલ્લા આરોગ્ય વિભાગ રાજકોટ રૂરલ માટે સાંજે રિપોર્ટ મૂકે છે તેમજ એક રિપોર્ટ વહેલી સવારે બેડની સ્થિતિ અને મૃત્યુઆંકને લગતો રિપોર્ટ જાહેર કરવામાં આવે છે. બેડની સ્થિતિ અંગેના રિપોર્ટમાં રાજકોટમાં 2164 બેડ ખાલી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here