રાજકોટમાં નબળી દીવાલનું પ્લાસ્ટર ખોલતાની સાથે આખું મકાન ધસી પડ્યું

0
79

કોઠારિયા રોડ પર રામેશ્વર સૂચિત સોસાયટીમાં હરેશ પરમારનું વર્ષો જૂના મકાનનું રિનોવશેન કામ ચાલી રહ્યું હતું. જેમાં કારીગરોએ નબળી દીવાલનું પ્લાસ્ટર ખોલ્યું હતું. પ્લાસ્ટર ખોલ્યા બાદ મંગળવારે સવારે અચાનક આ દીવાલ સાથે આખું મકાન ધસી પડ્યું હતું. જો કે આ સમયે મકાનમાં કોઇ કારીગર કે કોઇ વ્યક્તિ ન હોવાથી જાનહાનિ થઇ નથી. મનપાના ઇજનેરે જણાવ્યું હતું કે, મકાનનું રિનોવેશન મંજૂરી વગર ચાલતું હતું. જૂનું મકાન હોવાથી અને લોડબેરિંગ પર બનેલા મકાનની દીવાલ પરનું પ્લાસ્ટર દૂર કરતા દીવાલ વધુ નબળી બની ગઇ હોવાથી તે દીવાલ તૂટી પડ્યા બાદ મકાનની છત નમી ગઇ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here