5 અને 15 ઓક્ટોબર બે રાઉન્ડમાં પ્રવેશ અપાશે, 20 ઓક્ટોબર બાદ કોલેજોને પ્રવેશ આપવાની છૂટ
અમદાવાદ. ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (GTU)ની પ્રવેશ સમિતિ (A.C.P.C) દ્વારા એન્જિનિયરિંગ સહિતની વિદ્યાશાખામાં પ્રવેશ માટેની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે, ત્યારે ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેક્નિકલ એજ્યુકેશન (AICTE)એ એન્જિનિયરિંગ સહિત માસ્ટર ઓફ બિઝનેશ એડમિનિસ્ટ્રેશન (MBA) અને માસ્ટર ઈન કોપ્યુટર એપ્લિકેશન(MCA)ની પ્રવેશની કાર્યવાહી 5 ઓક્ટોબરથી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. જેમાં બે રાઉન્ડ બાદ સેલ્ફ ફાઈનાન્સ કોલેજોને બાકી બેઠકો ભરવાની છૂટ અપાશે.
MBA, MCAએ અને આર્કિટેકની પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાશે
ગુજરાતમાં પણ પ્રવેશ માટેનો પ્રથમ રાઉન્ડ 5 ઓક્ટોબરથી શરૂ થશે, આ ઉપરાંત માત્ર બે રાઉન્ડના પ્રવેશ બાદ વધારાની બધી બેઠકો કોલેજોને ભરવા માટેની છૂટ આપી દેવામાં આવશે. AICTE દ્વારા ગુજરાત સહિત દેશભરમાં ડિગ્રી-ડિપ્લોમા, MBA, MCAએ અને આર્કિટેકની પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ તા.5 ઓક્ટોબરથી શરૂ કરવાનું જાહેર કર્યું છે.
પ્રવેશ પ્રક્રિયાનો 15 ઓક્ટોબરથી બીજો રાઉન્ડ થશે
દેશભરમાં કોરોના વાઈરસને પગલે સંક્રમિત દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો હોવાથી ડિગ્રી-ડિપ્લોમાની પ્રવેશ પ્રક્રિયા આ વખતે મોડી શરૂ થવાની છે, જેમાં ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેક્નિકલ એજ્યુકેશન દ્વારા ડિગ્રી-ડિપ્લોમા MBA, MCAએ અને આર્કિટેક ફેકલ્ટી માટે પ્રવેશ પ્રક્રિયાનો કાર્યક્રમ જાહેર કર્યો છે. જે અંતર્ગત તા.5 ઓક્ટોબરથી પ્રથમ પ્રવેશ રાઉન્ડ શરૂ કરવાનું જાહેર કર્યુ છે. ત્યારબાદ તા.15 ઓક્ટોબરથી બીજો રાઉન્ડ થશે. ત્યારબાદ 20 ઓક્ટોબરથી પ્રથમ બે પ્રવેશ રાઉન્ડ બાદ ખાલી પડેલી બેઠકો સીધી જ કોલેજોને આપી દેવામાં આવશે, જેમાં જે તે સેલ્ફ ફાઇનાન્સ કોલેજો બારોબાર પ્રવેશ આપશે.