ગઢડામાં બોગસ વોટિંગ મુદ્દે પોલીસની હાજરીમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે છૂટ્ટા હાથની મારામારી, ભાજપના કાર્યકરોએ કોંગ્રેસના કાર્યકરોને માર્યા

0
120

ગઢડાના નૂતન વિદ્યાલય બુથ પર પોલીસની હાજરીમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારી થઈ

  • ભાજપના કાર્યકરોએ મતદાન મથકમાંથી કોંગ્રેસના કાર્યકરોના કાઠલા પકડી જમીન પટક્યા હતા
  • કોંગ્રેસના કાર્યકરને સારવાર માટે ગઢડા હોસ્પિટલ ખસેડાયા, ઉમેદવાર મોહન સોલંકી અને કોંગ્રેસના આગેવાનો હોસ્પિટલ પહોંચ્યા


ગઢડા વિધાનસભાની ચૂંટણીનું મતદાન બપોર સુધી શાંતિપૂર્ણ માહોલમાં યોજાયું હતું. પરંતુ મતદાન પૂર્ણ થવામાં હતું તે સમયે ગઢડા નૂતન વિઘાલયના બુથ પર બોગસ વોટિંગની બાબતે ભાજપ-કોગ્રેસના કાર્યકરો વચ્ચે બોલાચાલી બાદ મારામારી થઈ હતી. જેમાં ભાજપના કાર્યકરોએ કોંગ્રેસના કાર્યકરોના કાઠલા પકડી જમીન પર પકડી ઢીકા પાટુનો માર માર્યો હતો. મતદાન મથકમાં અને જાહેર માર્ગ પર પોલીસની હાજરીમાં મારીમારી થતાં જોનારાઓ દંગ રહી ગયા હતા. બાદમાં પોલીસે મામલો થાળે પાડ્યો હતો.

મતદાન મથકમાંથી કોંગ્રેસના કાર્યકરોના કાઠલા પકડી ભાજપના કાર્યકરો બહાર લાવ્યા હતા

મતદાન મથકમાંથી કોંગ્રેસના કાર્યકરોના કાઠલા પકડી ભાજપના કાર્યકરો બહાર લાવ્યા હતા

મોઢામાંથી લોહી નીકળવા લાગ્યું હતું, શર્ટ ફાડી નાખ્યો હતોઃ પીડિત
ભોગ બનનાર શખ્સે જણાવ્યું હતું કે, ‘તેના મોઢામાંથી લોહી નીકળવા લાગ્યું હતું અને તેનો શર્ટ પણ ફાડી નાખવામાં આવ્યો હતો.’ સૂત્રો દ્વારા કોંગ્રેસના બુથ એજન્ટને માર માર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. ભાજપના આગેવાનો દ્વારા બોગસ મતદાન કરાતું હોવાનો આક્ષેપ કરી કોંગ્રેસના આગેવાનો રોકવા જતા માર મરાયો હોવાનું પીડિતે જણાવ્યું છે. ગઢડા શહેરના 38 વર્ષીય રમેશભાઈ હમીરભાઈ રાઠોડ ઇજાગ્રસ્ત થતા તેમને ગઢડા રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. હાલ DySP સહિત સમગ્ર પોલીસ કાફલો હાલ ઘટના સ્થળે પહોંચ્યો છે. આ મામલે કોંગ્રેસના આગેવાનો હાલ ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી છે.

એક શખ્સ ખોટો વોટર લઈને આવ્યો હતો અને મેં એને રોક્યોઃ કોંગ્રેસનો કાર્યકર
ભોગ બનનાર અને કોંગ્રેસના કાર્યકરે મીડિયાને જણાવ્યું હતું કે, અમે અહીં બેઠા હતા ત્યારે એ શખ્સ એક વોટરને લઈ ગયા હતા અને તે વોટર ખોટો હતો. એ ભાઈને ખોટુ મતદાન કરાવવું હતું આથી મેં એ ભાઈને રોક્યો હતો. બુધાભાઈના કહેવાથી મે જાવા દીધા હતા. પછી એક શખ્સ આવ્યો તેણે મને કહ્યું કે તારાથી થાય તે કરી લે અને મારવા લાગ્યો મને. મને જ્ઞાતિ વિશે અપશબ્દો પણ કહ્યા હતા. ભોગ બનનારને સારવાર માટે ગઢડા હોસ્પિટલ ખસેડાયા છે. કોંગ્રેસના ઉમેદવાર મોહન સોલંકી અને કોંગ્રેસના આગેવાનો હોસ્પિટલ દોડી ગયા છે.

પોલીસની હાજરીમાં બંને પક્ષના કાર્યકરો વચ્ચે છૂટ્ટા હાથની મારામારી થઈ

પોલીસની હાજરીમાં બંને પક્ષના કાર્યકરો વચ્ચે છૂટ્ટા હાથની મારામારી થઈ

માર મારનાર એક નગરપાલિકાનો સેવક
જેમાં એક નગરપાલિકાનો સેવક કિશોરભાઈ જેબલિયા હતો અને અનિલભાઈનો દીકરો જેનું નામ મને આવડતું નથી. સામે ત્રણ ભાઈઓ હતો મને મારવામાં. આ લોકો સવારથી જ ખોટુ વોટિંગ કરાવતા હતા. આ અંગે મે 2 નંબરમાં ફરિયાદ દાખલ કરી હતી કે ભાજપવાળાનું ખોટુ વોટિંગ ચાલે છે. આત્મારામ પરમાર ખોટા વોટિંગ વગર જીતી શકે તેમ નથી.

ભાજપના કાર્યકરોએ કોંગ્રેસના કાર્યકરોને માર માર્યો

ભાજપના કાર્યકરોએ કોંગ્રેસના કાર્યકરોને માર માર્યો

બોગસ વોટિંગનો કોંગ્રેસના કાર્યકરોનો આક્ષેપ
બોગસ વોટિંગ કરવામાં આવતું હોવાનો કોંગ્રેસના કાર્યકરોનો આરોપ છે. બોગસ વોટિંગ કરતા કોંગ્રેસના કાર્યકરે અટકાવતા ભાજપના કાર્યકરોએ માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે છૂટા હાથની મારામારી થઇ હતી. કોંગ્રેસે ભાજપે બોગસ વોટિંગ કરાવ્યો હોવાનો આરોપ લગાવ્યો હતો. બન્ને પક્ષના કાર્યકર્તાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી પછી મારામારી થઈ હતી. જે બાદ પોલીસે વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો હતો. કોંગ્રેસના ચૂંટણી એજન્ટ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ભાજપ મતદારોને ધમકાવીને તેમની તરફેણમાં મતદાન કરવા દબાણ કરી રહ્યું છે. મતદાન મથક પર વોટિંગ સમય પૂરો થવાને સમયે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારી થઈ હતી. પોલીસે બન્ને કાર્યકરો વચ્ચે મારામારી થતી અટકાવવા પ્રયાસ કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here