સૌરાષ્ટ્રની 3 બેઠક પર વૃદ્ધો લાકડીના ટેકે, દિવ્યાંગો વ્હિચેરમાં અને અંધ લોકો મતદાન મથકે પહોંચી ઉત્સાહભેર મતદાન કર્યુ, યુવાનોને મત આપવા અપીલ કરી

0
79

મોરબીમાં 85 વર્ષના વૃદ્ધા લાકડીના ટેકે અને ધારીમાં દિવ્યાંગ વ્હિલચેરમાં આવી મતદાન કર્યુ

  • ધારીમાં 95 વર્ષના વૃદ્ધા અને 97 વર્ષના વૃદ્ધ લાકડીના ટેકે મતદાન મથકે પહોંચી મતદાન કર્યુ
  • મોરબીમાં 85 વર્ષના વાલીબેન ભીમાણી પરિવાર સાથે લાકડીના ટેકે મતદાન કર્યુ

આજે સૌરાષ્ટ્રની ધારી, ગઢડા અને મોરબી બેઠક પર પેટાચૂંટણીમાં મતદાન થઈ રહ્યું છે. ત્યારે યુવાનોને પણ શરમાવે અને મતદાન ન કરનાર લોકોને પ્રેરણા આપતા દ્રશ્યો જોવા મળ્યા હતા. ત્રણેય બેઠક પર વૃદ્ધા લાકડીના ટેકે અને દિવ્યાંગો વ્હિલચેરમાં બેસી મતદાન મથકે પહોંચી પોતાનો કિંમતી મત આપ્યો હતો. તેમજ અંધ લોકોએ પણ મતદાન કરી યુવાનોને મતદાન કરવાની અપીલ કરી હતી. ધારીમાં 95 વર્ષના દિવાળીબા અને 97 વર્ષના લાલજીભાઈ લાકડીના ટેકે મતદાન મથકે પહોંચ્યા હતા અને પોતાનો કિંમતી મત આપ્યો હતો. મોરબીમાં 85 વર્ષના વાલીબેન ભીમાણીએ લાકડીના ટેકે પરિવાર સાથે આવી મતદાન ઉત્સાહભેર કર્યુ હતું.

ગઢડામાં 105 વર્ષના જોરૂભાઈ અને 99 વર્ષના રાજકુંવરબાએ પોસ્ટલ મતદાન કર્યુ
કોરોના મહામારીમાં મોટી ઉંમરના મતદારો માટે પોસ્ટલ બેલેટથી મતદાન કરવામાં આવ્યું હતું. જેમાં ઉમરાળાના હડમતાળા ગામે 105 વર્ષના જોરુંભાઈ અને 99 વર્ષનારાજકુંવરબાએ પોસ્ટલ મતદાન કર્યુ હતું. મતદાન કરવું એ આપણી ફરજ છે અને આ ઉંમરે પણ આવા વડીલો મતદાન કરી યુવાઓને એક સંદેશો આપી રહ્યા છે. બંનેએ મતદાન
કરવા અપીલ કરી હતી.

ગઢડામાં 105 વર્ષના જોરૂભાઈ અને 99 વર્ષના રાજકુંવરબાએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યુ

ગઢડામાં 105 વર્ષના જોરૂભાઈ અને 99 વર્ષના રાજકુંવરબાએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યુ

મોરબીમાં પ્રભુતામાં પગલા પાડ્યા પહેલા યુવતીએ દુલ્હનના શણગાર સજી મતદાન કર્યુ
મોરબી વિધાનસભાની પેટાચૂંટણીમાં આજે વૃદ્ધો, દિવ્યાંગો સહિતે ઉત્સાહભેર મતદાન કર્યુ હતું. મોરબીમાં રહેતા રમેશભાઈ સીદાભાઈ મકવાણાની પુત્રી જાગૃતિના લગ્ન યોજાય છે. ત્યારે પ્રભુતામાં પગલા પાડતા પહેલા સોળે શણગાર સજી દુલ્હન બની મતદાન મથકે પહોંચી મતદાન કર્યુ હતું.

મોરબીમાં લગ્ન પહેલા યુવતીએ મતદાન કર્યુ

મોરબીમાં લગ્ન પહેલા યુવતીએ મતદાન કર્યુ

ધારીમાં 802 દિવ્યાંગ મતદારો માટે 41 વ્હિલચેરની વ્યવસ્થા કરાઈ
ધારી વિધાનસભા પેટાચૂંટણીમાં આજે મતદાનનો શાંતિપૂર્ણ વાતાવરણમાં પ્રારંભ થઇ ચૂક્યો છે. ધારી મત વિસ્તારમાં મતદારો ઉત્સાહભેર મતદાન કરી રહ્યા છે. ધારી વિધાનસભા મતવિસ્તારના દિવ્યાંગજનોએ અનેરો જુસ્સો બતાવી ઉત્સાહભેર મતદાન કર્યુ હતું. તંત્ર દ્વારા દિવ્યાંગજનોની સહભાગીતા વધે, ચૂંટણી દરમિયાન તેઓને આવશ્યક સુવિધાઓ ઉપલબ્ધ થાય અને દિવ્યાંગ મતદારો જાગૃત બને તેમજ તેઓને તેમની દિવ્યાંગતા મુજબ કોઇ પરેશાની ન થાય તેવા શુભ આશયથી સમાજ સુરક્ષા ખાતા દ્વારા કામગીરી કરવામાં આવી હતી. ધારી મત વિસ્તારમાં આવતા 802 દિવ્યાંગો માટે 41 વ્હિલચેરની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ જુદી જુદી કુલ 3 જગ્યાએ ટ્રાન્સપોર્ટેશનની સુવિધા ઉભી કરવામાં આવી છે.

દિવ્યાંગો વ્હિલચેરમાં આવ્યા

દિવ્યાંગો વ્હિલચેરમાં આવ્યા

અંધ મતદારો માટે કેન્ડિડેટ બટનની બાજુમાં બ્રેઇલ લીપીમાં નંબર દર્શાવાઈ
અંધત્વ ધરાવતા દિવ્યાંગ મતદારોને મતદાન કરવાની સરળતા રહે તથા જાણકાર અંધ મતદાર તેઓના સાથીદારની સહાય વિના મત આપી શકે માટે બેલેટ યુનિટ પરના દરેક ઉમેદવારના નામ સામેના કેન્ડિડેટ બટનની બાજુમાં બ્રેઇલ લીપીમાં નંબર દર્શાવામાં આવ્યા છે. તેની મદદથી મતદાર પોતાના પસંદગીના ઉમેદવારનો ક્રમાંક ડમી બેલેટ પેપર આધારે જાણી બેલેટ યુનિટ પર બ્રેઇલ સંકેતોના આધારે પોતાની પસંદગીના ઉમેદવારને મત આપી શકે. આ આશયથી ચૂંટણી પંચ દ્વારા દરેક મતદાન બુથ પર ડમી બેલેટ પેપર આપવામાં આવ્યા હતા. સમગ્ર મતદાનની પ્રક્રિયા દરમિયાન સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી કોવીડ-19ની તમામ ગાઇડલાઇનનો ચૂસ્તપણે અમલ કરવામાં આવી રહ્યો છે.

મતદામ મથકે આવનાર દિવ્યાંગોના હાથ સેનિટાઈઝ કરવામાં આવ્યા

મતદામ મથકે આવનાર દિવ્યાંગોના હાથ સેનિટાઈઝ કરવામાં આવ્યા

દિવ્યાંગોએ પોતાનો કિંમતી મત આપી યુવાનોને મતદાન કરવા અપીલ કરી

દિવ્યાંગોએ પોતાનો કિંમતી મત આપી યુવાનોને મતદાન કરવા અપીલ કરી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here