મોરબીમાં ચાલુ મતદાને CM રૂપાણીનાં પત્ની અંજલિબેન પ્રચાર કરતાં હોવાનો કોંગ્રેસનો આક્ષેપ, મોરબીમાં 51.85 ટકા, ધારીમાં 45.74 ટકા અને ગઢડામાં 50.74 ટકા મતદાન

0
131

સૌરાષ્ટ્રની ત્રણેય બેઠક પર મતદાન પૂર્ણ, ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ

  • ધારીમાં ભાજપ-કોંગ્રેસે ચૂંટણી જીતવા સુરતથી મતદારો ઉતાર્યા હતા
  • ગઢડા બેઠક પર બંને પક્ષના ઉમેદવાર મતદાન ન કરી શક્યા, બંને ઉમેદવાર આયાતી
  • મોરબી માળિયામાં 30 જેટલી જગ્યાએ EVM ખોટવાયાંની ફરિયાદ ઊઠી હતી
  • મોરબીમાં ભાજપના ઉમેદવાર 10 હજાર મતથી જીતશેઃ મોહન કુંડારિયા
  • ગઢડા બેઠક પર એમ.એમ. હાઈસ્કૂલમાં EVM બંધ થતાં મતદારો મુશ્કેલીમાં મુકાયા હતા

સૌરાષ્ટ્રની ધારી, ગઢડા અને મોરબી બેઠક પર આજે વહેલી સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું હતું. કોવિડ-19ની ગાઈડલાઈન્સ મુજબ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય એ માટે તમામ મતદાન મથક પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. મોરબીમાં ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજાએ ચમનપરમાં હનુમાન મંદિરમાં દર્શન કરીને મતદાન કર્યું હતું. મોરબી વિધાનસભા મતવિસ્તારમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં પત્ની અંજલિબેન રૂપાણી ભાજપના કાર્યકર્તાઓ સાથે ભાજપ તરફી મતદાન કરવા પ્રચાર પ્રસાર કરી રહ્યાં હોવાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા છે. આક્ષેપ સાથે કોંગ્રેસે તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માગ કરી છે. મોરબી, ગઢડા અને ધારી બેઠક પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું હતું. ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ થયું છે અને આગામી 10 નવેમ્બરના રોજ પરિણામ આવશે.

મુખ્યમંત્રી રૂપાણીના પત્ની ચાલુ મતદાને પ્રચાર કરતા હોવાનો કોંગ્રેસનો આક્ષેપ

મુખ્યમંત્રી રૂપાણીના પત્ની ચાલુ મતદાને પ્રચાર કરતા હોવાનો કોંગ્રેસનો આક્ષેપ

બીજી તરફ, ધારીમાં ભાજપ અને કોંગ્રેસના બંને ઉમેદવારોએ ચૂંટણી જીતવા માટે સુરતથી મતદારો ઉતાર્યા હતા. ધારીમાં કોંગ્રેસ ઉમેદવાર સુરેશ કોટડિયાનાં પત્ની પક્ષના નિશાનવાળું માસ્ક પહેરેલાં જોવા મળ્યાં હતાં. જો કે બાદમાં તરત જ માસ્ક બદલાવી નાખ્યું હતું. ગઢડા બેઠક પર એમ.એમ. હાઈસ્કૂલમાં EVM ખોટવાયાંની ફરિયાદ ઊઠી હતી, આથી ટેક્નિકલ સ્ટાફ દ્વારા રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ફરી મતદાન થયું હતું. મોરબી-માળિયા બેઠક પર 30 જેટલી જગ્યાએ EVM ખોટવાયાંની ફરિયાદ ઊઠી હતી. તમામ જગ્યાએ EVM બદલાવી મતદાન ચાલુ કરવામાં આવ્યું હતું. મોરબીના ન્યૂ નવલખીમાં મતદાન બહિષ્કાર કરવામાં આવ્યો હતો.

બેઠકટકા
મોરબી51.85
ગઢડા50.74
ધારી45.74

ધારી બેઠક પર મંદ ગતિએ મતદાન થયું
ધારી બેઠક પર મંદ ગતિએ મતદાન થયું હતું. પહેલા બે કલાકમાં માત્ર 6.27 ટકા મતદાન નોંધાયું હતું. જેને લઈને ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ધનસુખ ભંડેરીએ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે અમારી અપેક્ષા મુજબ જ મતદાન થઈ રહ્યું છે. ભાજપની તરફેણમાં મતદાન થઈ રહ્યું છે. મોરબી વિધાનસભા બેઠક પર 1 વાગ્યા પછી મતદાન ઘટ્યું હતું. મતદારોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો હતો. 2017માં વિધાનસભાની ચૂંટણીમાં 71 ટકા મતદાન થયું હતું.

મોરબીમાં મહિલા સંચાલિત પોલિંગ બૂથ.

મોરબીમાં મહિલા સંચાલિત પોલિંગ બૂથ.

2017ની વિધાનસભાની ચૂંટણીમાં મોરબીમાં ભાજપના ઉમેદવાર કાંતિ અમૃતિયાએ ભાજપને મત આપ્યાનો જાહેર કર્યુ
2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર રહી ચૂકેલા અને કોંગ્રેસના ઉમેદવાર બ્રિજેશ મેરજા સામે હાર મેળવનાર કાંતિ અમૃતીયાએ જણાવ્યું હતું કે, પાતળી સરસાઈથી બ્રિજેશ મેરજાની જીત થઈ હતી. મતદાન કર્યા બાદ કાંતિ અમૃતિયાએ મેં કમળને મત આપ્યો હોવાનું કહ્યું હતું. છેલ્લા ઘણા સમયથી કાંતિ અમૃતિયા પાર્ટીથી નારાજ હોવાની વાત અગાઉ વહેતી થઈ હતી.

મોરબીમાં મહિલા સંચાલિત પોલિંગ બૂથને ‘શક્તિ બૂથ’ નામ અપાયું હતું
મોરબીમાં 5 મહિલા સખી બૂથ બનાવવામાં આવ્યાં હતા, જેમાં ઓફિસરથી લઈને પ્યૂન સુધીનો સ્ટાફ મહિલાઓ જ હતી. મતદારોને આકર્ષવા માટે આ અનોખી પહેલ કરવામાં આવી હતી. આ પોલિંગ બૂથને ‘શક્તિ બૂથ’ નામ આપવામાં આવ્યું હતું. પોલિંગ બૂથનું સંચાલન પણ મહિલાઓ દ્વારા જ કરવામાં આવ્યું હતું.

બ્રિજેશ મેરજાએ મતદાન શ્રેષ્ઠ દાન હોવાનું કહીં લોકોને મતદાન કરવા અપીલ કરી હતી
મોરબીમાં ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજાએ ચમનપરમાં હનુમાન મંદિરમાં દર્શન કરીને મતદાન કર્યું હતું. મોરબીમાં ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજાએ પત્ની સાથે પૂજા કરી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. બ્રિજેશ મેરજાએ મતદાન શ્રેષ્ઠ દાન હોવાનું કહીં લોકોને મતદાન કરવા અપીલ કરી હતી. બીજી તરફ સાંસદ મોહન કુંડારિયાએ નિવેદન આપ્યું હતું કે સાંજ સુધીમાં ભાજપના ઉમેદવારની જીત નિશ્ચિત થઈ જશે. દસ હજારથી વધુની લીડથી ભાજપના ઉમેદવાર જીતશે.

ધારી બેઠકના ભાજપના ઉમેદવાર જે.વી.કાકડિયા અને કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કોટડિયાએ મતદાન કર્યું.

ધારી બેઠકના ભાજપના ઉમેદવાર જે.વી.કાકડિયા અને કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કોટડિયાએ મતદાન કર્યું.

ધારીમાં ભાજપના ઉમેદવાર જે.વી. કાકડિયા અને કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કોટડિયાએ મતદાન કર્યું
ધારીમાં વહેલી સવારથી જ મતદાન શરૂ થઈ ગયું હતું. ધારીમાં ભાજપના ઉમેદવાર જે.વી. કાકડિયાએ ચલાલાની પરા શાળામાં અને કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કોટડિયાએ પરિવાર સાથે મતદાન કર્યું હતું. જે.વી. કાકડિયાએ મતદાન કરવા જતાં પહેલાં જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કોટડિયા પત્ની સાથે મતદાન કરવા પહોંચ્યા હતા. જ્યાં સુરેશ કોટડિયાનાં પત્ની ભારતીબેન પક્ષના નિશાનવાળું માસ્ક પહેરેલા જોવા મળ્યાં હતાં. જોકે બાદમાં સુરેશ કોટડિયાનાં પત્નીએ માસ્ક બદલાવી નાખ્યું હતું.

મોરબી કોંગ્રેસના ઉમેદવાર જયંતી પટેલે મતદાન કર્યું.

મોરબી કોંગ્રેસના ઉમેદવાર જયંતી પટેલે મતદાન કર્યું.

મોરબીમાં કોંગ્રેસના ઉમેદવાર જયંતી પટેલે મતદાન કર્યું
મોરબીમાં કોંગ્રેસના ઉમેદવાર જયંતી પટેલે મતદાન કર્યુ હતું. જયંતી પટેલે પત્ની અને સંતાનો સાથે બોયઝ હાઈસ્કૂલ ખાતે મતદાન કર્યુ હતું.

મોરબીમાં દરેક મતદારનું થર્મલ ગનથી ચેકિંગ.

મોરબીમાં દરેક મતદારનું થર્મલ ગનથી ચેકિંગ.

ધારીમાં બંને પક્ષના ઉમેદવારે સુરતથી મતદારો ઉતાર્યા
ધારી વિધાનસભા પેટાચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ પક્ષના ઉમેદવારે સુરત અને અમદાવાદથી મતદારો ઉતાર્યા હતા. વહેલી સવારે ખાનગી બસો દ્વારા મતદારોની ફોજ ઉતારવામાં આવી હતી. ધારી બેઠક પર વધુમાં વધુ મતદાન થાય એ માટે સુરત, અમદાવાદ, ભાવનગર અને ગુજરાતનાં અન્ય શહેરોમાં રહેતા મતદારોને લાવવા માટે બંને પક્ષો દ્વારા 100 કરતાં વધારે ખાનગી બસની વ્યવસ્થા કરવામાં આવી હતી. ધારી બેઠક પર 337 મતદાન મથક ઊભાં કરવામાં આવ્યાં હતા. ગઢડા બેઠક પર વધારે મતદાન થાય એ માટે સુરતથી ભાજપ દ્વારા મોકલવામાં આવેલી 100 અને કોંગ્રેસની 30 બસો આવી હતી.

મતદાન મથક પર સેનિટાઈઝની વ્યવસ્થા.

મતદાન મથક પર સેનિટાઈઝની વ્યવસ્થા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here