કુવાડવા પોલીસે ખેરવા ગામ પાસેથી પોણા 2 કરોડ સાથે મોરબીના 2 શખ્સની અટકાયત કરી, પૈસા ક્યાંથી આવ્યા તેનો કોઈ પુરાવો ન મળ્યો, IT વિભાગને જાણ કરાઈ

0
109
  • પેટાચૂંટણીના દિવસે જ અધધ… રકમ મળતા અનેક તર્કવિતર્ક ઉભા થયા
  • બંને શખ્સ મોરબીના હતા અને ગઈકાલે ચૂંટણી હતી જેને લઈને અનેક સવાલો

રાજકોટમાં કુવાડવા પોલીસે ખેરવા ગામ પાસેથી 1 કરોડ 73 લાખ 60 હજારની રોકડ સાથે મોરબીના 2 શખ્સોની મોડી રાત્રે અટકાયત કરી છે. મહત્વનું છે કે ગઈકાલે મોરબીમાં પેટા ચૂંટણી યોજાઈ હતી અને તે જ દિવસે આટલી મોટી રકમ મળી છે. ગઈકાલે કરજણમાં જે રીતે રોકડ રકમનો વીડિયો સામે આવ્યો હતો. તેમ મોટી રકમની હેરફેર તો નથી થઈને એ પણ એક મોટો સવાલ છે. સમગ્ર મામલે ઈન્કમટેક્સ વિભાગે પૂછપરછ કરતાં આ પૈસા ક્યાંથી આવ્યા છે તેનો કોઈ પુરાવો મળ્યો ન હતો.

બંનેએ યાર્ડમાં પેઢી હોવાનું અને રૂપિયા બેંકમાંથી ઉપાડ્યાં હોવાનું રટણ કર્યું
ઘટનાની વિગત અનુસાર કુવાડવા પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન GJ 01KX 2808 નંબરની કારની તપાસ કરતા કારમાંથી પોણા 2 કરોડની રોકડ મળી આવી હતી. જેથી પોલીસે મોરબીના જયદિપ બદરકિયા અને નિલેશ ઉટવાડીયાના અટકાયત કરી IT વિભાગને જાણ કરી હતી. જેથી IT વિભાગે પૂછપરછ કરતા યાર્ડમાં પેઢી હોવાનું અને રૂપિયા બેંકમાંથી ઉપાડ્યાં હોવાનું રટણ કર્યું હતું. પરંતુ તેનો કોઈ નક્કર આધાર મળ્યો ન હતો.

બંને શખ્સ પાસેથી રૂપિયાનો હિસાબ માંગવામાં આવ્યો છે
મોરબીમાં રહેતા અને ધ્રોલ માર્કેટિંગ યાર્ડમાં પેઢી ધરાવતા જયદિપ બદ્રકિયા અને નિલેશ ઉટવડીયા આ બંને વેપારીઓની વિંગની ટીમ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. જોકે આ બન્ને વેપારીઓએ જણાવ્યું હતું કે ખેડૂતોને રૂપિયા ચૂકવવા માટે લઈ જવાતા હતાં. પરંતુ આ અંગે ઈન્કમટેક્સ વિભાગને પણ શંકા ઉપર જતાં તેને હિસાબ માગ્યા છે. જેની તપાસ હાથ ધરવામાં આવી છે.

પોલીસે કુલ 1 લાખ 96 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો
પોલીસે બંને શખ્સ પાસેથી રોકડા રૂપિયા 1 લાખ 73 હજાર 60 હજાર અને કાળ રંગની કાર સહિત કુલ 1 લાખ 93 હજાર 60 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અધિકારીના જણાવ્યા મુજબ, હાલમાં આ બંને વેપારીઓના સ્ટેટમેન્ટ લેવાઈ રહ્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here