આજે સાંજ સુધીમાં ફ્રાન્સથી 3 રાફેલ હોલ્ટ કર્યા વગર જ 7364 કિમીનું અંતર કાપી જામનગર એરબેઝ પર લેન્ડિંગ કરે તેવી શક્યતા, જામનગર એરફોર્સ દ્વારા તૈયારી શરૂ

0
277

ફ્રાંસથી સીધા જામનગર એરબેઝ પર ત્રણ રાફેલ આવી પહોંચે તેવી શક્યતા (ફાઈલ તસવીર)

  • ત્રણેય રાફેલ વિમાન જામનગર ખાતે જ રાત્રિરોકાણ કરશે, આવતીકાલે અંબાલા એરબેઝ પર જશે
  • જામનગરમાં કસ્ટમ વિધિ પુરી થયા બાદ રાફેલ ફરી ઉડાન ભરીને અંબાલા એરબેઝ ખાતે પહોંચશે

ઈન્ડિયન એરફોર્સને આજે સાંજ સુધીમાં વધુ 3 રાફેલ ફાઇટર જેટ મળી જશે. ત્રણેય રાફેલ ફ્રાંસથી ઉડ્ડયન શરૂ કર્યા પછી 7,364 કિમીની સફર અટક્યા વિના પૂરી કરશે. સાંજ સુધી આ વિમાનો ભારત પહોંચવાની આશા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ વખતે આ ત્રણેય રાફેલ ગુજરાતના જામનગર એરબેઝ પર લેન્ડ કરી શકે છે. રાફેલ આવતાની સાથે ભારતમાં રાફેલની સંખ્યા 8 થઈ જશે. રાફેલ ફ્રાન્સથી સીધા જામનગરમાં ઉતરશે તેવી શક્યકાને લઈને આગમન માટે અનેક તૈયારીઓ શરૂ થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે.

આ વખતે એક પણ જગ્યાએ હોલ્ટ કર્યા વગર રાફેલ જામનગર આવી પહોંચશે
ભારતીય વાયુસેનાના ત્રણ રાફેલ વિમાનો આજે ફ્રાંસથી નોન સ્ટોપ ઉડાન ભરીને આવી રહ્યા છે. જે સૌ પ્રથમ જામનગર ખાતે ઉતરાણ કરશે. ફ્રાંસથી જામનગર સુધી પહોચતા રાફેલને આંઠ કલાક જેટલો સમય લાગશે. આ અગાઉ 29 જુલાઈના રોજ પાંચ રાફેલ પ્લેન ફ્રાંસથી ભારત આવી પહોચ્યા હતા. અને આજે સાંજ સુધીમાં વધુ ત્રણ વિમાનો ભારત આવી પહોચશે. આ સાથે જ દેશમાં રાફેલની સંખ્યા 8 થઇ જશે. વર્ષ 2016માં ભારતે ફ્રાંસ સાથે 58 હજાર કરોડમાં 36 રાફેલ જેટની ડીલ કરી હતી. આજે આવી રહેલા ત્રણ રાફેલ પ્લેન નોન સ્ટોપ 7364 કિમીની સફર કરીને જામનગર આવી પહોચવાના છે. માટે હવામાં ફયુલ ભરવા માટે ફ્રાંસના એરફોર્સનું સ્પેશિયલ જેટ પણ હશે. સાંજ સુધીમાં ત્રણ રાફેલ જામનગર એરબેઝ પર આવી પહોચે તેવી શક્યતા છે.

જામનગરમાં લેન્ડ થનાર ત્રણેય રાફેલ રાત્રિરોકાણ કરી આવતીકાલે અંબાલા એરબેઝ માટે ઉડાન ભરશે

જામનગરમાં લેન્ડ થનાર ત્રણેય રાફેલ રાત્રિરોકાણ કરી આવતીકાલે અંબાલા એરબેઝ માટે ઉડાન ભરશે

ત્રણેય રાફેલ વિમાન જામનગર ખાતે જ રાત્રિરોકાણ કરશે
આ વિશે સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ત્રણેય રાફેલ ફ્રાંસથી ઉડ્ડયન શરૂ કર્યા પછી 7364 કિમીની સફર અટક્યા વિના પૂરી કરશે. સાંજ સુધી ત્રણેય રાફેલ ગુજરાતના જામનગર આવી પહોંચવાની આશા છે. ત્રણેય રાફેલ સાંજ સુધીમાં જામનગર આવી પહોંચશે અને રાત્રિરોકાણ જામનગર કરશે. આવતીકાલે ગુરૂવારે જામનગરથી અંબાલા એરબેઝ પર જવા ઉડાન ભરશે.

રાફેલનો સમાવેશ એરફોર્સની ગોલ્ડન એર સ્કવોડ્રનમાં કરાયો છે
ફ્રાન્સથી ઉડાન ભર્યા બાદ અડધા રસ્તા સુધી ફ્રાન્સનું હવામાંથી હવામાં ફ્યુલ ભરી શકતું વિમાન સાથે રહેશે. ખાડી દેશો સુધી રાફેલ આવ્યા બાદ ભારતીય વાયુસેનાના હવામાં ફ્યુલ આપી શકતા આઈએલ-76 વિમાનો રાફેલની સાથે રહેશે જે હવામાં જ ફ્યૂલ ભરશે. ભારતમાં રાફેલ પહેલાં જામનગર ખાતે લેન્ડિંગ કરશે. જ્યાં કસ્ટમ વિધિ પુરી થયા બાદ વિમાન ફરી ઉડાન ભરીને અંબાલા એરબેઝ ખાતે પહોંચશે. રાફેલનો સમાવેશ એરફોર્સની ગોલ્ડન એર સ્કવોડ્રનમાં કરાયો છે.

આ વખતે ત્રણેય રાફેલ હોલ્ટ કર્યા વગર જ જામનગર એરબેઝ પર આવી પહોંચશે

આ વખતે ત્રણેય રાફેલ હોલ્ટ કર્યા વગર જ જામનગર એરબેઝ પર આવી પહોંચશે

રાફેલની વિશેષતા શું છે?
– રાફેલનું ઉત્પાદન ફ્રાંસની ડસોલ્ટ એવિએશન કંપની દ્વારા કરવામાં આવે છે.
– ભારતે ફ્રાંસ પાસેથી 36 રાફેલની ખરીદ્યા છે, જે 2022 સુધીમાં ભારતને મળશે.
– રાફેલ એક મિનિટમાં 60 હજાર ફૂટની ઉંચાઈ પર જઈ શકે છે.
– રાફેલની ફ્યુલ કેપેસિટી 17 હજાર કિલોગ્રામની છે.
– રાફેલ 24500 કિગ્રા સુધીનું વજન લઈ જવા માટે સક્ષમ છે
– રાફેલ 60 કલાકની વધારાની ઉડાણ ભરી શકે છે.
– રાફેલ એક મિનિટમાં 18 હજારની ઊંચાઈ પર જઈ શકે છે.
– એકવખતમાં આ જેટ 3700 કિ.મી. સુધીની સફર કાપી શકે છે.
– રાફેલ હવાથી હવા અને જમીન બંને પર હુમલો કરનારી મિસાઇલથી સજ્જ છે.
– રાફેલ પર ઈલેક્ટ્રોનિક વૉરફેયર સૂટ સ્પેક્ટ્રા લાગેલું હોય છે. જે કોઈ પણ પ્રકારે દુશ્મનને શોધી શકે છે અને હથિયાર ચલાવી શકે છે.

ફ્રાંસથી જ રાફેલ વિમાનોને ભારતીય વાયુસેનાના પાયલોટ્સ ઉડાવીને વાલશે
ફ્રાંસથી જ રાફેલ વિમાનોને ભારતીય વાયુસેનાના પાયલોટસ ઉડાવીને લાવશે. આ પાયલટો હાલમાં વિમાનની તાલીમ ફ્રાન્સમાં જ લઈ રહ્યાં છે. વિમાનોને ભારત લાવવા માટે પણ ભારે પ્લાનિંગ ચાલી રહ્યુ છે. કારણ કે ફ્રાન્સથી ભારત વચ્ચે રાફેલ વિમાન દુનિયાના સંખ્યાબંધ દેશોમાંથી પસાર થશે. આ દરમિયાન વિમાન પ્રતિ કલાક 1000 કિલોમીટર ઝડપથી ઉડાન ભરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here