શું ખરેખર રોગપ્રતિકારક શક્તિ કોરોના સામે લડવામા મદદ કરે છે ? જાણો સત્ય

0
93

કોરોનાવાયરસ સામેની લડતમાં માનવીની રોગપ્રતિકારક શક્તિ શરૂઆતથી જ અસરકારક હોવાનું મનાય છે. પરંતુ સામે આવેલા એક નવા રીસર્ચ મુજબ વ્યક્તી આ વાયરસની જપેટમાં આવતા જ તેના શરીરમાં હાજર એન્ટિબોડી ઝડપથી ઘટવા લાગે છે. ઇમ્પિરિયલ કોલેજ લંડનના સંશોધનકારોના જણાવ્યા અનુસાર, જૂન અને સપ્ટેમ્બરની વચ્ચે શરીરમાં રહેલ એન્ટિબોડીઝવાળા લોકોની સંખ્યામાં ૨૬ ટકાનો ઘટાડો થયો છે. ઇમ્પિરિયલ કોલેજ લંડનના પ્રોફેસર હેલેન વાર્ડે જણાવ્યું હતું કે લોકોની રોગપ્રતિકારક શક્તિ ઘણી ઝડપથી ઓછી થઈ રહી છે, અને એન્ટીબોડીજ માં ૨૬ ટકા નો ઘટાડો થયો હોવાનું સામે આવ્યું છે. 

મનુષ્યના જન્મજાત રૂપથી તેની રોગપ્રતિકારક શક્તિનો વિકાસ થાય છે. તે શરીરમાં સુરક્ષા કવચ તરીકે કામ કરે છે. તે વાયરસ સામે એન્ટિબોડીઝ ઉત્પન્ન કરવા માટે શરીરમાં શક્તિનો વિકાસ કરે છે, પરંતુ કેટલીકવાર રોગપ્રતિકારક શક્તિ વધારે પડતી પ્રતિક્રિયા આપે છે જે ચેપ સામે લડતા વ્યક્તિને જોખમમાં મૂકે છે.

કેમોકાઇન્સ’ નામનું પ્રોટીન સંક્રમણ થતી જગ્યા વિષે રોગપ્રતિકારક કોષોને ચેતવે છે. તેમજ કેટલાક ‘સાયટોકીન્સ’ રક્ત વાહિનીઓથી ચેપગ્રસ્ત પેશીઓ વિષે માર્ગદર્શન આપે છે. સાયટોકીન્સ હૃદયના ધબકારા અને શરીરનું તાપમાન વધારે છે. અને શરીરની રોગપ્રતિકાર શક્તિ ઓછી કરીને  લોહીના ગંઠાવાનું કારણ બને છે.

સાઈટોકિન  સ્ટોર્મની સમસ્યા 
જ્યારે શરીર સાઈટોકિન ઉત્પન કરવામાં અને તેને  નિયંત્રિત કરવામાં અસમર્થ હોય છે, ત્યારે તે ‘સાઈટોકિન  સ્ટોર્મની સમસ્યાનો ભોગ બને છે. ‘સાઈટોકિન  સ્ટોર્મ’ એ કોવિડ -૧૯ સંક્ર્મીતો માટે વિનાશકારી પરિણામ આપે છે. સામાન્ય રીતે , કોરોના વાયરસ વ્યક્તિના શરીરમાં આંખો, મોં અને નાક દ્વારા પ્રવેશ કરે છે. અને વૈશ્વિક સ્તરે કોરોનાના ચાર કરોડથી વધુ કેસ નોંધાયા છે. અને, વિશ્વભરમાં ૧.૨ લાખ લોકો આ જીવલેણ વાયરસથી મૃત્યુ પામ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here