રાહુ-કેતુ સાથે સીધો સંબંધ ધરાવે છે સીડી, માટે વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે કરો સીડીનું બંધાણ

0
98

કહેવાય છે કે સીડી  ઘરની પ્રગતિ સાથે સંબંધ ધરાવે છે. તે જીવનના ઉતાર ચડાવ સાથે સંબંધિત છે. જો સીડી ઘરની બહાર હોય તો તે શુક્ર સાથે સંબંધ ધરાવે છે. અને જો તે ઘરની અંદર હોય તો તે મંગળની સાથે સંબંધ ધરાવે છે. આમ કુલ મળીને કહેવું હોય તો સીડી રાહુ-કેતુ સાથે સંબંધિત છે. ખોટી જગ્યાએ કરેલી સીડી જીવનમાં આકસ્મિક સમસ્યાઓ  નોતરે છે. 

સીડી બનાવતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી?
સીડી નૈત્રુત્ય ખૂણામાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. સીડી ઉત્તરથી દક્ષિણ દિશા અથવા પૂર્વથી પશ્ચિમ દિશામાં બાંધવી જોઈએ. મુખ્ય દ્વારની સામે ઇશાન કે પછી અગ્નિ ખૂણામાં ક્યારેય સીડી બાંધવી જોઈએ. સીડી જેટલી ઓછી વક્ર હશે તેટલુંજ તમારા માટે તે વધુ સારું રહશે. સીડી હંમેશા પહોળી હોવી જોઈએ અને સીડી પર લાઇટિંગની સારી વ્યવસ્થા હોવી જોઈએ. સીડીની નીચે બાથરૂમ, સ્ટોર અથવા પાણીની વસ્તુઓ ક્યારેય હોવી જોઈએ નહીં. સીડીની નીચે ક્યારેય મંદિર બનાવવાનું નહીં.


જો સીડી ખોટી રીતે બને તો શું કરવું જોઈએ?
સીડીનો રંગ સફેદ રાખવો જોઈએ.અને સીડીની સાથે વાળીદિવાલ પર લાલ સ્વસ્તિક કરવો. જો તમે સીડી નીચે કંઈક ખોટી વસ્તુ લગાવ્યું લગાવી હોય તો ત્યાં એક તુલસીનો છોડ લગાવી દેવો. સીડીની શરૂઆતમાં અને સીડી પૂરી થાય તે જગ્યાએ એક એક લીલો ડોરમેટ મૂકો અને ત્યાં લે પુસ્તકો રાખવાની વ્યવસ્થા રાખો..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here