રાજકોટ એસ.ટી. ડિવિઝનનો સપાટો: 62 ખાનગી વાહનો ડિટેઇન, અન્ય 113ને મેમો

0
428

ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમના રાજકોટ એસ.ટી.ડિવિઝનની લાઇન ચેકીંગ સ્ક્વોડ, સિક્યુરિટી સ્ક્વોડ અને સી.ઓ.ચેકિંગ ટીમ દ્વારા દ્વારા સમગ્ર ઓક્ટોબર-2020 માસ દરમિયાન એસટી બસના મુસાફરો પડાવી જતા તેમજ નો પાર્કિંગ ઝોનનો ભંગ કરતા 62 ખાનગી વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા અને કુલ રૂ.60,500ની પેનલ્ટી વસુલાઇ હતી.


વિશેષમાં રાજકોટ એસટી ડિવિઝન કચેરીના સૂત્રોએ જણાવ્યું હતું કે ઉપરોક્ત કેસ ઉપરાંત ટિકિટ વિના મુસાફરી કરતાં ત્રણ મુસાફરો, હાઇવે પરની ખાનગી હોટેલોમાં ગેરકાયદે હોલ્ટ કરતા છ બસ, માન્ય યુનિફોર્મ પહેયર્િ વિના ફરજ બજાવતા 13 કર્મચારીઓને પકડી પાડી તેમની સામે કેસ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત સીસીટીવી કેમેરા મુદ્દે, સફાઈનો અભાવ, ચોરીનો પ્રયાસ સહિતના મામલે કેસ કરવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here