કલોલના પલીયડમાં સોશિયલ ડિસ્ટન્સના લીરા ઉડ્યા, ધાર્મિક કાર્યક્રમમાં લોકો શોભાયાત્રામાં જોડાયા

0
374
  • DJના તાલે નીકળેલી શોભાયાત્રામાં યુવતીઓ માથે કળશ મૂકી મોટી સંખ્યામાં જોડાઈ
  • ગામના લોકો પણ મોટી સંખ્યામાં અડીઅડીને શોભાયાત્રામાં સામેલ થયા

કોરોના મહામારીએ દુનિયાભરને શકંજામાં લીધું છે. ગાંધીનગર જિલ્લો પણ તેમાં બાકાત નથી. હાલ કોરોનાના કપરા કાળમાં વિવિધ સોશિયલ ફંક્શન બંધ રાખવા માટે અપીલ કરાય છે. છતાં કલોલ તાલુકાના પલીયડ ગામ ખાતે કોઈ ધાર્મિક કાર્યક્રમ અંતર્ગત શોભાયાત્રા નીકળી હતી. જેમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરવામાં આવ્યો હતો.

વીડિયો વાઈરલ થયા
પલીયડ ખાતે યોજાયેલા કોઈ ધાર્મિક કાર્યક્રમની શોભાયાત્રાના વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા છે. જેમાં શોભાયાત્રામાં મોટી સંખ્યામાં યુવતીઓ અને ગામલોકો સામેલ થયા છે. તેઓ જરા પણ સોશિયલ ડિસ્ટન્ટ જાળવતા દેખાતા નથી. કોરોનાના સંક્રમણ વધી રહ્યું છે તેવામાં શોભાયાત્રામાં સામેલ એકેય વ્યક્તિએ માસ્ક પહેર્યું ન હતું કે સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યું ન હતું. આ શોભાયાત્રા મંજૂરી સાથે યોજવામાં આવી હતી કે લીધા વગર તે બહાર આવ્યું નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here